Western Times News

Gujarati News

સુશાંત કેસ : એક બીજાને જોઇ રિયા અને શોવિક રડવા લાગ્યા

મુંબઇ: એનસીબી ઓફિસમાં રિયાની પુછપરછ કરવામાં આવી હતી એનસીબી કમિશનરે રિયાથી સવાલો પુછયો હતાં સુત્રોના જણાવ્યા અનુસાર રિયા અને બાકી આરોપીઓનો આમનો સામનો કરાવવામાં આવશે જયારે રિયા ચક્રવર્તીએ સુશાંતની બેન પ્રિયંકા સામે ફરિયાદ નોંધાવી છે.

રિયા ચક્રવર્તીએ મુંબઇ પોલીસ સામે છેંતરપીડીની ફરિયાદ કરી હતી રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ડો તરૂણકુમાર સામે પણ રિયાએ ફરિયાદ નોંધાવી છે દવાઓની ખોટી રીતે ભલામણ કરવા બદલ ફરિયાદ નોંધાઇ છે.

સુશાંતસિંહ રાજપુતનું મોત હવે રહસ્યમય બન્યું છે જેમાં માત્ર સસ્પેન્સ જ સસ્પેન્સ છે કોઇને ખબર નથી કે સત્યું શું છે સિવાય તો થોડા લોકો જેમણે સુશાંતના મોતનું ષડયંત્ર રચ્યુ હતું સુશાંત સિંહ કેસમાં સીબીઆઇ અને ઇડી સાથે નાર્કોટિકર્સ કંટ્રોલ બ્યુરોની તપાસ પણ ચાલી રહી છે આજે આરોપી રિયાની પુછપરછનો બીજાે દિવસ હતો.

રવિવારે પણ એનસીબીએ લગભગ પાંચ કલાક રિયા ચક્રવર્તીની પુછપરછ કરી હતી પુછપરછ દરમિયાન જયારે રિયા ચક્રવર્તીનો સામનો તેના ભાઇ શોવિક સાથે થયો તો બંન્ને રડવા લાગ્યા હતાં.

એ યાદ રહે કે સૌથી છેલ્લે તપાસ શરૂ કરનાર એજન્સી એનસીબીએ સૌથી પહેલા મોટું પગલુ લીધુ છે. એનસીબીએ સુશાંત કેસમાં ગતી અને તૈયારી બંને દેખાડી છે

ઝડપી પુછપરછ કરી ઝડપી દરોડા પાડયા અને તાબડતોડ ધરપકડ કરી અત્યાર સુધીમાં એનસીબીની કસ્ટડીમાં શોવિક ચક્રવર્તી રિયાનો ભાઇ, સેમ્યુઅલ મિરાંડા સુશાનો હાઉસ મેનેજર,જૈદ બિલાત્રા ડ્રગ્સ પેડલર જેનો ચેટમાં ઉલ્લેખ છે. વાસિત પરિહાર ડ્રગ્સ પેડલરક આનો પણ ચેટમાં ઉલ્લેખ દીપેશ સાવંત સુશાંતનો પૂર્વ હાઉસ સ્ટાફ છે.સુત્રોનું કહેવુ છે કે સાવંત એનસીબીનો સરકારી સાક્ષી બનવા તૈયાર છે. સાવંતે એનસીબી સામે કેટલીક મહત્વની વાતોનો સ્વીકાર કર્યો છે આ વાત કયાંકને કયાંક એનસીબી માટે મોટી સફળતા સાબિત થઇ શકે છે અત્યાર સુધી એનસીબીએ ઘણા ડ્રગ પેડલરની પુછપરછ કરી છે તેમાં અનેક ખુલાસા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.