Western Times News

Gujarati News

૧૦૮ની ટીમે એબ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: તારીખ ૦૭/૦૯/૨૦૨૦ ના જંત્રાણ ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્ધારા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા દાખલ સગર્ભા મહિલા ને વધુ સારવાર માટે એસ.એસ.જી વડોદરા ની હોસ્પિટલ મા લઈ જતાં એમ્બ્યુલન્સ મા જ સફળ પ્રસુતિ કરાવેલ ૧૦૮ ની ટીમે એબ્યુલન્સ માંજ સફળ પ્રસૂતિ કરાવી ગરદન ફરતે નાળ વિટાયેલી બાળક ને મળ્યુ નવજીવન છાયા બેન સિંધા રસ્તામાંજ તેને પ્રસુતિ પીડાનો દુખાવો અસહ્ય બન્યો હતો તયારે વડોદરા પહોચવા મા ૪૦ કિલોમીટિર દુર હોવાથી દવાખાના પહોચે તેમ પરિસ્થતિ નહિ હોવાથી,૧૦૮ ના ઈ.એમ.ટી જયરાજ પરમાર પાઈલોટ ગુમાનસિંહ દ્ધારા સમય સુચકતા વાપરીને એમ્બ્યુલન્સ મા સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ મા કરાવેલ અને માનવતા મહેકાવી હતી.

છાયાબેન ને ડોક્ટર ની સલાહ મુજબ ઓકસિજન અને ઈન્જેક્સન અને બોટલ ચડાવેલ.મહિલાને સ્વસ્થ પુત્ર નો જન્મ થયો પરિવાર મા ખુશિ વ્યાપિ ગઇ હતી હાલમા માતા અને બાળક ની તબિયત નોર્મલ છે મહિલાના પરિવાર ના સભ્યો એ ૧૦૮ એમ્બ્યુલન્સ ના ટિમમા સર્વે સટાફ ની કામગીરી બિરદાવી હતી.

છાયાબેનને બીજી પ્રસુતી હતી અને ૮ મહીના જ થયેલા હતા અને બાળક નુ વજન ઓછુ હતુ.તેથી રેફરલ હોસ્પીટલ થી રીફર કર્યા હતા, પરંતુ રસ્તામાં જ છાયાબેનને અસહ્ય દુખાવો થતા ડિલિવરી કરાવવી મુશ્કેલ હતી તેમ છતા ૧૦૮ ના ઈ.એમ.ટી જયરાજ પરમાર દ્ધારા સફળ પ્રસુતિ કરાવેલ. છાયાબેને પુત્ર ને જન્મ આપયો હતો

છાયાબેન અને બાળક તંદુરસ્ત છે ૧૦૮ દ્વારા વધુ સારવાર માટે નજીકની રેફરલ હોસ્પિટલ પાદરા ખસાડેલ સ્ટાફ દ્ધારા એમ્બ્યુલન્સ મા જ સફળ પ્રસુતિ કરાવી કોરોના ની મહામારી મા અનેક વાર ૧૦૮ ની ટિમ દ્ધારા સરાહનિય કામગીરી ના ઉતમ ઉદાહરણ પુરુ પાડેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.