Western Times News

Gujarati News

પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર ફોરચ્યુન કાર પલ્ટી ખાઇ જતા પાંચ ઈજાગ્રસ્ત

દોડી આવેલ લોકો દ્વારા કારમાંથી ઇજાગ્રસ્તો ને બહાર કાઢયા- ૧૦૮ મારફતે પાંચે ઇજાગ્રસ્તો ને પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા.- અકસ્માત ની જાણ થતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો.

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ હિંમતનગર તરફથી આવતી  ફુલફાસ્ટ ફોરચ્યુન કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમવતા કાર રોડ ના વચ્ચે આવેલ ડિવાઇનર ચડી રોડ ની  રોંગસાઇડ  માં જઇ રોડ ઉપર  ત્રણ પલ્ટી ખાઇ જતા કારમાં સવાર પાંચ ને ઇજાઓ પોહચી હતી .

 

પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ રાંધીયા વડ પાસે હિંમતનગર તરફથી ફુલફાસ્ટ આવતી ફોરચ્યુન કાર જેનો નંબર GJ03EL 6165 ના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમવતા કાર નેશનલ હાઈવે આઠ ઉપર આવેલ રોડ વચ્ચે ડીવાઇડર વચ્ચે રહેલ ઝાડ ને પાડી ને રોડ ની રોગસાઇડ માં અમદાવાદ થી હિંમતનગર તરફ જતા રોડ ઉપર ત્રણ પલ્ટી ખાઇ ગઇ હતી

 

તો અકસ્માત તથા આજુબાજુ રહેતા મીઠાભાઇ પટેલ સહિત લોકો દોડી આવ્યા હતાં અને કારમાં સવાર પાંચેય ઇજાગ્રસ્તો ને બહાર કાઢવામાં આવ્યા હતાં તો ઉના ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું  અને ૧૦૮ ને ફોન કરતાં ૧૦૮ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવતા ૧૦૮ મારફતે પહેલા પ્રાંતિજ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં ત્યાર બાદ વધુ સારવાર અર્થે તેવોને હિંમતનગર ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં તો અકસ્માત અર્ગે ની જાણ પ્રાંતિજ પોલીસ ને થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક નેશનલ હાઈવે આઠ ઉપર દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો અને આગળ ની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.