Western Times News

Gujarati News

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ અરવલ્લીમાં ત્રાટકી :-મોડાસા નજીક કારમાંથી અધધ ૧.૨૦ કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અમદાવાદના વડોદરા એક્પ્રેસ ટોલપ્લાઝા પાસેથી ત્રણ દિવસ અગાઉ ૧ કરોડના એમ.ડી ડ્રગ્સ સાથે અમદાવાદના એ.એસ.આઇ સહીત ૫ ડ્રગ પેડલરને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધાની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે મોડાસા નજીકથી પસાર થતી દિલ્હી પાસિંગની વેગન આર કાર માંથી ૧૬ કિલો ચરસ ની હેરાફેરી અટકાવી જપ્ત કરી કાશ્મીરના એક શખ્શને દબોચી લીધો હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે એનસીબીની ટીમ કારમાંથી ચરસ પકડાયાના અનેક કલાકો સુધી સ્થાનિક પોલીસને દૂર રાખવામાં આવી છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે આરોપી સાથે સર્કીટ હાઉસમાં ધામા નાખી કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ હાથધરી છે મોડાસા નજીક કારમાંથી ૧.૫ કરોડ રૂપિયાની કિંમતની ચરસ જપ્ત કરવામાં નાર્કોટિક્સ બ્યુરો ટીમને સફળતા મળી હતી બીજીબાજુ જીલ્લા પોલીસતંત્ર ઊંઘતી હોય તેવો ઘાટ સર્જાયો હતો

શામળાજી-રતનપુર ચેકપોસ્ટ બુટલેગરો માટે સ્વર્ગ સમાન છે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરો ગુજરાતમાં ઠાલવી રહ્યા છે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે.નં-૮ હવે માદક પદાર્થો ઘુસાડવા પણ સેફ હેવન હોય તેમ કાશ્મીર થી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઠાલવવા માટે ઉપયોગ થવા લાગતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓના પણ આંટાફેરા વધી ગયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લાના માર્ગો પર ખાનગી કારમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે ધામા નાખી ચરસની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો મોડાસા નજીક વોચમાં રહેલી એનસીબીની ટીમે વાદળી કલરની દિલ્હી પાસિંગની વેગનઆર કારને અટકાવી મોટી માત્રામાં ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો એનસીબીની ટીમે વેગનઆર કારમાંથી અધધ ૧૬ કિલો ૧.૫ કરોડ રૂપિયાંની કિંમતની ચરસ ઝડપી પાડી આરોપીની પૂછપરછ હાથધરી છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે મોડાસાના સર્કિટ હાઉસમાં ધામા નાખ્યા છે હાલ તો અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર ની નજર એનસીબીની કામગીરી સામે મંડરાઈ છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર માટે વધુ એક શરમજનક ઘટના બનતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે.

લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.