Western Times News

Gujarati News

એનસીબી મોડાસા નજીક કારમાંથી જપ્ત કરેલ દોઢ કરોડનો જથ્થો  ભારે ગુપ્તતા જાળવી રહી છે

આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી કોર્ટમાં રજુ કરતા ૧ દિવસના રિમાન્ડ મંજુર 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા:  અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા નજીકથી પસાર થતી દિલ્હી પાસિંગની વાદળી કલરની  વેગનઆર કારમાં ગુપ્ત ખાનામાં છુપાવીને લઇ જવાતો  રૂ.૧.૫૦ કરોડની કિંમતનો ૧૬ કીલો ચરસનો ગેરકાયદેસર જથ્થો  નારકોટીક્સ કન્ટ્રોલ બ્યુરો ટીમે ઝડપી પાડી કાશ્મીરના અબ્દુલ અઝીઝ પઠાણ નામના ડ્રગ પેડલરને ઝડપી લીધો હતો મંગળવારે બપોરથી આરોપી સાથે સર્કિટ હાઉસમાં મેરેથોન પૂછપરછ હાથધરી હતી

સમગ્ર બાબત એનસીબીની ટીમે ભારે ગુપ્તતા જળવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે બુધવારે એનસીબીની ટીમ આરોપીનો કોરોનાના ટેસ્ટ માટે હિંમતનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા બાદ આરોપીને મોડાસા નામદાર કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાની માહીતી એનસીબી સૂત્રો પાસેથી મળી હતી બીજા દિવસે પણ એનસીબી ટીમે સત્તાવાર કઈ પણ ટાળ્યું હતું એનસીબીના અધિકારીઓનો સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં રહસ્યમય રીતે કંઈપણ માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.ચરસનો જથ્થો ક્યાં લઈ જવામાં આવતો હતો તે અંગે એનસીબીની ટીમે પડદો પાડી રાખ્યો છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રને પણ સમગ્ર કામીગીરી થી દુરી બનાવી રાખી છે

રાજયમાં નારકોટીક્સ બ્યુરોની કામગીરી સામે જ સવાલો સર્જાય તેટલા પ્રમાણમાં રાજયમાં ડ્રગ્સનો જથ્થો ડ્રગ પેડલર દ્વારા ઘુસાડાય છે.તાજેતરમાં મુંબઈ થી અમદાવાદ લઈ જવાતો રૂ.૧ કરોડની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો વડોદરા એક્સપ્રેસ હાઈવે ના ટોલપ્લાઝા નજીકથી ઝડપી પડાયો હતો.આ બનાવના ગણતરીના દિવસોમાં જ મોડાસા નજીકથી રૂ.૧.૫૦ કરોડની કિંમતનો અંદાજે ૧૬ કીલો ચરસ નો જથ્થો ઝડપાયો હતો.

સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હોય એમ આ ગેરકાયદેસર ડ્રગ્સનો જથ્થો રાજય નારકોટીક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા મોડાસા નજીક ખાનગી કારમાં ર્વાચ ગોઠવી ઝડપી પડાયો હતો.આ જથ્થાની હેરાફેરીમાં સંડોવાયેલ એક કાશ્મીરી યુવકને ટીમે ઝડપી પાડયો હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.

પરંતુઝડપાયેલ આરોપી અને ચરસનો જથ્થો મોડાસા ખાતે રેસ્ટ હાઉસમાં લઈ જવાયા બાદ છાપો મારનાર એનસીબી ટીમે આ બનાવમાં વધુ કંઈ પણ માહિતી આપવાની સતત બીજા દિવસે પણ  ધરાર ના પાડી રહસ્ય સર્જયું હતું.

તાજેતરમાં જ અમદાવાદ નજીકના ટોલ પ્લાઝા ઉપરથી એમડી ડ્રગ્સનો જથ્થો ક્રાઈક બ્રાન્ચે ઝડપી પાડયો ત્યારે જેના માથે ડ્રગ્સનો જથ્થો કે ડ્રગ્સ માફીયા ઝડપવાની જવાબદારી છે તે વિભાગની કામગીરી સામે જ પ્રશ્નો ઉઠયા હતા.અમદાવાદ ખાતે થી ડ્રગ ઝડપાયા ના સમાચાર વીજવેગે રાજયભરમાં પ્રસારીત કરાયા હતા અને ક્રાઈમ બ્રાન્ચ ની કામગીરી બીરદાવાઈ હતી.જયારે મોડાસા નજીકથી અંદાજે રૂ.દોઢ કરોડ ચરસનો જથ્થો ઝડપી પાડનાર એનસીબી ટીમે રહસ્યમઈ રીતે કંઈપણ માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.આરોપીનું નામ,જથ્થો  કયાંથી કયાં ? લઈ જવાતો હતો.કોને પહોંચાડવાનો હતો ? એવી માહિતી નહી પૂરી પાડી  જવાબદારો એ પ્રશ્નો સર્જયા હતા.
કાશ્મીરથી વાયા શામળાજી થઈ કરોડો રૂપિયાનું ડ્રગ રાજયમાં ઘૂસાડાય છે છેલ્લા કેટલાય સમયથી રાજયમાં વિદેશી દારૃ સહિત વિવિધ પ્રકારના ડ્રગના બંધાણીઓ વધ્યા હોય એમ મોટાપ્રમાણમાં ગેરકાયદેસર જથ્થો વાયા શામળાજી થઈ રાજયમાં ઘુસાડાય છે.
મોટેભાગેકાશ્મીર કે પંજાબથી સીલ્કરૂટે લઈ આવતા આ ડ્રગ્સના જથ્થા પૈકી નો અમુક જથ્થો ઝડપાય છે.જયારે તેથી વધુ ના જથ્થા નો ઉપયોગ યુવાધનને બરબાદ કરી રહયો છે.મોડાસા  નગરમાં ગાંજાનું ધૂમ વેચાણ અને તેના વધતા જતાં બંધાણીઓ નગરજનો માટે ચીંતા ઉપજાવી રહયા છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.