Western Times News

Gujarati News

મેઘરજ પોલીસે દારૂ ભરેલ જીપનો પીછો કરતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો 

પ્રતિનિધિ દ્વારા ભિલોડાઅરવલ્લી જીલ્લાના માર્ગો પરથી વિવિધ વાહનોમાં મારફતે વિદેશી દારૂ ઠાલવતા બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા મરણીયા બન્યા છે મેઘરજ પોલીસને રાજસ્થાનના માંડલી તરફથી ટાટા સ્પેસીઓ જીપમાં વિદેશી દારૂની હેરાફેરીની બાતમી મળતા

 નાકાબંધી કરી હતી ટાટા સ્પેસીઓ જીપના ચાલકે નાકાબંધી તોડી નાખી કાર ગ્રામ્ય વિસ્તારમાં દોડાવી મુકતા પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા સ્પેસીઓ જીપના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલા ગરનાળામાં ખાબકતા જીપમાં બેઠેલા બુટલેગરો અંધારાનો લાભ લઈ નાસી છૂટતા મેઘરજ પોલીસે ગરનાળામાંથી જીપ બહાર કાઢી જીપમાંથી ૧.૪૨ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ફરાર બુટલેગરોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મેઘરજ પીઆઈ જે.પી.ભરવાડ અને તેમની ટીમે રાજસ્થાનને જોડતા માર્ગો પર  પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી ટાટા સ્પેસીઓ જીપમાં વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી હોવાની બાતમી મળતા મેઘરજ પોલીસે સતીપુર પાલ્લા ગામ નજીક નાકાબંધી ગોઠવી બાતમી આધારીત ટાટા સ્પેસીઓ જીપ (ગાડી.નં-GJ-18-AM 7395) ને અટકાવવાનો પ્રયાસ કરતા જીપ ચાલકે નાકાબંધી તોડી જીપ ભગાડી મુકતા મેઘરજ પોલીસે પીછો કરતા બુટલેગર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સ્પેસીઓ જીપ રોડ નજીક ગરનાળામાં ખાબકી હતી બુટલેગરો અંધારામા ફરાર થઈ જતા પીછો કરી રહેલ પોલીસ જીપે બુટલેગરોને દબોચવા આજુબાજુનો સમગ્ર વિસ્તાર ખૂંદી નાખ્યો હતો તેમ છતાં બુટલેગરો ફરાર થવામાં સફળ રહ્યા હતામેઘરજ પોલીસે જીપમાંથી વિદેશી દારૂ,ક્વાંટરીયા,બિયર બોટલ/ટીન નંગ-૧૦૬૮ કીં .રૂ.૧૪૨૮૦૦/- નો જથ્થો જપ્ત કરી તેમજ જીપ, મોબાઇલ મળી કુલ.રૂ.૫૪૩૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ૧)અમરત ઉર્ફે અમરો બબાભાઈ ડામોર અને ૨) અરજણ ઉર્ફે ઓડી બબાભાઈ ડામોર (બંને,રહે માંડલી-રાજસ્થાન) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.