Western Times News

Gujarati News

IPL દરમિયાન સટ્ટોડિયાની ગતિવિધિ ઉપર નજર રહેશે

નવી દિલ્હી: ૧૯મી સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થઈ રહેલી આઈપીએલની આગામી સિઝનને લઇને બીસીસીઆઇ અનેક સ્તર પર ગંભીરતાથી કામ કરી રહ્યુ છે. ખાસ કરીને સટ્ટાબાજીને રોકવા અને ભ્રષ્ટ ગતિવિધીઓ પર નજર રાખવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સટ્ટા અને ફીક્સીંગ સહિતન અન્ય ભ્રષ્ટાચારની ગતિવિધી પર બીસીસીઆઇએ ઝીણવટભરી નજર રાખવા માટે સ્પોર્ટ રડાર સાથે કરાર કર્યો છે.


જે કરાર મુજબ સ્પોર્ટરડાર હવે આઇપીએલની લીગ દરમિયાન સીધી જ ભ્રષ્ટાચાર નિરોધક યુનીટ સાથે મળીને કામ કરશે. સ્પોર્ટરડાર આઈપીએલ લીગ દરમિયાન ગુપ્ત અને ડેટા સંચાલન સહિતના જોખમી નિરીક્ષણ કાર્યો પણ કરશે. આઈપીએલને લઇને બીસીસીઆઇ સાથે કરવામાં આવેલા કરારને લઇને સ્પોર્ટરડારે પણ પોતાના માટે સન્માનીત કરાર દર્શાવ્યો છે. ગુપ્ત અને તપાસને લગતી બાબતો પર બીસીસીઆઇની સાથે મળીને સ્પોર્ટરડાર કામની સક્ષમતા દાખવશે. એમ સ્પોર્ટ ઇન્ટીગ્રીટી સર્વીસના પ્રબંધ નિર્દેશક એન્ડ્રીયાસ ક્રાનિકે વાત કરતા કહ્યુ હતુ.

સ્પોર્ટ ઇન્ટીગ્રીટી બાબતે વૈશ્વીક સ્તર પર ખાસ પ્રકારે પોતાની ક્ષમતા સ્પોર્ટરડાર સેવા પૂરી પાડે છે. ઇન્ટીગ્રીટી સંબંધિત બાબતોમાં ટુર્નામેન્ટનું રક્ષણની મદદ કરવી તે સ્પોર્ટરડારનુ મુખ્ય કામ હશે. તેઓનું કહેવું છે કે બીસીસીઆઈ ઇન્ટીગ્રીટીને ગંભીરતાથી લે છે અને અમે સંપુર્ણ ટુર્નામેન્ટ દરમિયાન તેમની સાથે કામ કરવા માટે કૌશલ્ય દર્શાવવા તત્પર છીએ. આઈપીએલની ટુર્નામેન્ટ દરમિયાન અગાઉ કેટલાક મામલા પણ સામે આવી ચૂક્યા છે.

આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગના મામલામાં ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમે બે વર્ષનો પ્રતિબંધ પણ સહન કરવો પડ્યો હતો. બીસીસીઆઇ માટે યુએઇમાં ટુર્માન્ટ રમાનારી હોઇ ખાસ કરીને સટોડીયાઓ થી સાવચેત રહેવુ પડશે. સટ્ટાબાજીને લઇને યુએઇમાં ખુબ સાવચેતી દાખવવી પડશે. કારણ કે અહી સ્પોટ ફીક્સીંગ નો ખતરો સૌથી વધુ વધી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.