Western Times News

Gujarati News

નોર્થ કોરિયાના બાળકોને સ્કૂલોમાં રોજ દોઢ કલાક કિમ જોંગ અંગે ભણાવાશે

પ્યોંગયાંગ, નોર્થ કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જોંગને આ દેશના લોકો વચ્ચે તેમના તારણહાર તરીકે અવાર નવાર રજૂ કરવામાં આવે છે. હવે કિમ જોંગને લઈને નવો કાયદો ઉત્તર કોરિયામાં બનાવાયો છે.જે પ્રમાણે દેશની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રોજ દોઢ કલાક કિમ જોંગ અંગે ભણાવવામાં આવશે.આ નિર્ણય પાછળનો ઉદ્દેશ લોકોને નોર્થ કોરિયાની લીડરશીપ પ્રત્યે વધારે વફાદાર બનાવવાનો છે.

એવુ કહેવાય છે કે, કિમ જોંગની બહેને તાજેતરમાં જ ગ્રેટનેસ એ્જયુકેશનના ભાગરુપે પાઠય પુસ્તકમાં બદલવાનો આદેશ આપ્યો હતો.નવો અભ્યાસક્રમ દેશની તમામ સ્કૂલોમાં પહોંચાડી દેવાયો છે. દક્ષિણ કોરિયાના એક અખબારના દાવા પ્રમાણે નવો કોર્સ પાંચમા અને છઠ્ઠા ધોરણના બાળકો પર કેન્દ્રીત રહેશે.તેમને રોજ કિમ જોંગ, તેમના પિતા અને તેમના દાદાના બાળપણ અંગે ભણાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.