Western Times News

Gujarati News

ચીન હવે દરિયાઇ માર્ગે ભારતમાં ધુસવાનો પ્રયાસ કરી રહ્યું છે

નવીદિલ્હી, ભારત અને ચીન વચ્ચે મેની શરૂઆતથી સીમા વિવાદ જારી છે. ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર ધુષણખોરીનો પ્રયાસ કરી રહ્યું છે જેનો ભારતીય સેનાના જવાન તેને જાેરદાર જવાબ આપી રહ્યા છે.આ દરમિયાન ચટીને પહેલીવાર માન્યુ કે ગલવાં ઘાટીની અથડામણમાં તેના સૈનિકો પણ માર્યા ગયા હતાં આ પહેલા સુધી ચીન આ વાતનો ઇન્કાર કરતુ રહ્યું હતું.

ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સના સંપાદકમાં માનવામાં આવ્યું છે કે ગલવાં ધાટીમાં ચીનની સેનાને નુકસાન પહોંચ્યુ હતું અને કેટલાક જવાનોના જીવ ગયા હતાં અખબારના મુખ્ય સંપાદક હૂ શિજિને રક્ષા મંત્રી રાજનાથસિંહના એક નિવેદનને ટ્‌વીટ કરી લખ્યું કે જયાં સુધી મને ખબર છે ગલવાં ઘાટીની અથડામણમાં ચીની સેનાના જવાનોના મૃત્યુ આંક ભારતના ૨૦ના આંકડાથી ઓછો હતો તેમણે કહ્યું કે ભારતે ચીનના કોઇ સૈનિકને બંધી બનાવ્યા નથી જયારે ચીને પણ તે દિવસે આમ જ કર્યું હતું.

એ યાદ રહે કે ગ્લોબલ ટાઇમ્સ ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીના સત્તાવાર અખબાર છે જેને પીપલ્સ ડેલી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે શિજિને ટ્‌વીટની સાથે એક સ્ક્રીનશોર્ટ જાહેર કર્યો છે જેમાં એક મીડિયા રિપોર્ટના હવાલાથી લખવામાં આવ્યું છે કે રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે અથડામણ દરમિયાન ભારતે ચીની સેનાને ભારે નુકસાન પહોંચાડયુ હતું.
રાજનાથસિંહે રાજયસભામાં ભારત ચીન સીમા વિવાદના મુદ્દા પર નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે અમે પૂર્વ લદ્દાખમાં પડકારનો સામનો કરી રહ્યાં છીએ અમે મુદ્દાના શાંતિપૂર્ણ રીતે ઉકેલકરવા માંગીએ છીએ અને અમારા સશસ્ત્ર દળ દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે તત્પરતાથી ઉભા છીએ. રાજનાથસિંહે કહ્યું કે ચીન ભારતની લગભગ ૩૮,૦૦૦ સ્કવાયર કિલોમીટર ભૂમિ પર ગેરકાયદેસર કબજાે લદ્દાખમાં કર્યું છે આ ઉપરાંત ૧૬૬૩માં એક કહેવાતી બાઉન્ડ્રી એગ્રેમેંટ હેઠળ પાકિસ્તાને પીઓકેની ૫,૧૮૦ સ્કવાયર કિલોમીટર ભારતીય જમીન ગેરકાયદેસર રીતે ચીનને સોંપી દીધી છે. રાજનાથસિંહે કહ્યું હતું કે દેશના ૧૩૦ કરોડ લોકોનું મસ્તક કોઇ પણ કિંમત પર ઝુકવા દેવામાં આવશે નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.