Western Times News

Gujarati News

દેશમાં ૧૦૦૦થી વધુ સ્કૂલો વેચાણ માટે તૈયાર : રિપોર્ટ

પ્રતિકાત્મક

નવી દિલ્હી: કોવિડ-૧૯ મહામારીના લીધે શાળાઓ બંધ રહેતા ઘાતક અસર પડી છે. દેશભરમાં એક હજારથી વધુ શાળાઓ વેચાણ માટે તૈયાર છે. તેમના માલિકો આતુરતાથી ખરીદદારોની રાહ જોઈ રહ્યા છે. કોરોના વાયરસના ચેપથી ફેલાયેલી કોવિડ-૧૯ મહામારીની ભારતમાં શિક્ષણ સેકટર પર ઘાતક અસર પડી છે. દેશભરમાં કેજીથી લઈને ૧૨મા ધોરણ સુધીની ૧૦૦૦ થી વધુ શાળાઓ વેચાણ માટે તૈયાર છે. આગામી બેથી ત્રણ વર્ષમાં તેને વેચીને લગભગ ૭૫૦૦ કરોડ રૂપિયા ઉભા થઇ શકે છે.

એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની ક્રેસ્ટ્રા વેન્ચર્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા બતાવે છે કે વેચાણ માટે મૂકવામાં આવેલી મોટાભાગની સ્કૂલની વાર્ષિક ૫૦,૦૦૦ રૂપિયા ફીવાળી છે. તેમના મતે ભારતમાં લગભગ ૮૦% વિદ્યાર્થીઓ આ ફી સ્લેબવાળી શાળાઓમાં અભ્યાસ કરે છે. સેરેસ્ટ્રામાં પાર્ટનર વિશાલ ગોયલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે કેટલીય રાજ્ય સરકારોએ ફી વસૂલાતની ફી નક્કી કરી છે જ્યારે શિક્ષકોને પગાર અને અન્ય ખર્ચા થઇ રહ્યા છે. તેના લીધે ખાનગી શાળાઓની આર્થિક સ્થિતિ કથળી છે.

તેમણે કહ્યું કે મોટી સ્કૂલ ચેન દ્વારા પોતાના સ્ટાફના પગારમાં ૭૦% સુધીનો ઘટાડો કરવો પડ્યો છે. ગોયલે કહ્યું કે ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી રહેશે તે અંગે મૂંઝવણને કારણે આ શાળાઓમાં ભંડોળ મળે તેવી સંભાવના નથી. આને કારણે આ શાળાઓની મુશ્કેલીઓ વધી છે. ગોયલની કંપનીમાં ૩૦-૨૪ શાળા છે જેમાં કેજીથી લઈને ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ થાય છે. આ શાળાઓમાં રૂ.૧,૪૦૦ કરોડનું રોકાણ જરૂરી છે. યુરોકિડ્‌સ ઇન્ટરનેશનલની દેશભરમાં ૩૦થી વધુ શાળાઓ છે. આ સ્કૂલ ચેન પણ ધંધામાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે. યુરોકિડ્‌સ ઈન્ટરનેશનલના સહ-સંસ્થાપક અને ગ્રૂપના સીઈઓ પ્રજોધ રાજન કહે છે કે કેટલીક વખત આ શાળાઓને તેમના પ્રમોટરો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવાથી આંચકો લાગે છે. તેમના અન્ય વ્યવસાય પ્રભાવિત થવાના લીધે સ્કૂલોને પણ નુકસાન ભોગવવું પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.