Western Times News

Gujarati News

સેવાલીયા પોલીસ સ્ટેશનની મહારાજના મુવાડા ચેક પોસ્ટ ઉપરથી દેશી બનાવટની રીવોલ્વર સાથે એક ઝડપાયો

મહે,પોલીસ અધિક્ષક સાહેબશ્રી ખેડા-નડીયાદનાઓ તરફથી બહારના રાજ્યથી ગુજરાત રાજ્યમાં પ્રવેશતા રસ્તા ઉપર ગેરકાયદેસર હથીયારોની હેરાફેરી અટકાવવા આપેલ સુચના તેમજ મહે.ના.પો.અધી. સા.નડીયાદ-વિભાગનાઓના માર્ગદર્શન તથા સર્કલ પો.ઈન્સ.સા.ડાકોર નાઓની મળેલ સુચનાઓ અન્વયે આજ રોજ અમો એમ.એસ.અસારી પોલીસ સબ ઇન્સ.સેવાલીયા પો.સ્ટે. તથા પો.કો ભરતભાઇ વિનોદભાઇ તથા પો.કો અજમલસિહ ભલસિહ એ રીતેના અમદાવાદ- ઇન્દોર હાઇવે રોડ મહારાજના મુવાડા સેવાલીયા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમા હતા

દરમ્યાન પો.કો અજમલસિહ ભલસિહ બ.નં.  ૧૦૨૭ નાઓને મળેલ બાતમી આધારે મધ્યપ્રદેશ – ગોધરા તરફથી આવેલ જૈન કેરીયર્સ ઇન્દોરની ટ્રાન્સપોર્ટની અશોક લેન્ડ કન્ટેનર નંબર UP-78-FN-1554 નો ડ્રાઇવર-આરોપી લોકેન્દ્ર નર્મદાપ્રસાદ અવસ્થી

રહે. મહુ, શાંતિનગર મ.નાં.૨૬૦ તા.મહુ જી.ઇન્દોર (મધ્યપ્રદેશ) નાઓ ડ્રાઇવર સીટની પાછળ વગર લાયસન્સે એક ભારતીય દેશી બનાવટની રીવોલ્વર કી.રૂ.૫૦૦૦/- તથા અંગ ઝડતીમાંથી એક કાળા કલરનો માઇક્રોમેક્ષ મોબાઇલ ફોન કી.રૂ.૧૦૦૦/- તથા જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો રૂ. ૧૭૦૦/- તથા કન્ટેનર ગાડી નંબર UP-78-FN-1554 ની કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧૦,૦૭,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.