Western Times News

Gujarati News

કોલગેટ ડ્રીમ 11 IPL2020માં 6 ટીમ માટે વિધિસર સ્માઈલ પાર્ટનર બની

 ભારતનો સૌથી મોટો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે તે નિમિત્તે કોલગેટ આશાવાદ પ્રેરિત કરે છે અને સ્મિત ફેલાવે છે!

 દેશમાં ઓરલ કેરમાં બજાર આગેવાન કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડે ભારતને સ્મિત કરાવવાનું ચાલુ રાખવાના એકધાર્યા પ્રયાસમાં આગામી ડ્રીમ 11 ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 ખાતે 6 ટીમ સાથે વિધિસર સ્માઈલ પાર્ટનર તરીકે જોડાણ કર્યું છે.

 આ ભાગીદારી પર બોલતાં કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડના માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી અરવિંદ ચિંતામણીએ જણાવ્યું હતું કે મહામારી અનિશ્ચિતતા અને મુશ્કેલીનો સમય છે ત્યારે આગામી ટી20 ક્રિકેટ સીઝનની શરૂઆતે દેશભરમાં આશાવાદ લાવી દીધો છે. કોલગેટમાં અમે 6 ટીમોના વિધિસર સ્માઈલ પાર્ટનર તરીકે અમારા સહયોગ વિશે બહુ રોમાંચિત છીએ અને અમે હકારાત્મકતાની શક્તિ અને સ્માઈલ કરો ઔર શુરુ હો જાઓ વિશે લોકોને યાદ અપાવવાનું ચાલુ રાખવા માટે આ સહયોગનો ઉપયોગ કરીશું.

 ટીમોમાં દિલ્હી કેપિટલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, કોલકતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે. કોલગેટનો સ્માઈલ આઈકોન સ્પર્ધામાં વિવિધ ટચપોઈન્ટ્સમાં જોવા મળશે.

 ડ્રીમ 11 આઈપીએલ 2020ની આ સીઝન સર્વ મુશ્કેલીઓ વચ્ચે યોજાઈ રહી છે, જે દેશમાં હકારાત્મકતા અને આશાવાદનું નોંધનીય પ્રદર્શન રહેશે અને સ્માઈલ કરો ઔર શુરુ હો જાઓની કોલગેટની વિચારધારાની રેખામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.