Western Times News

Gujarati News

ગલવાનમાં લોહિયાળ ધર્ષણ બાદ ચીનની સેનામાં જબરજસ્ત ડરનો માહોલ

તાઇપે, લદ્દાખમાં ભારત અને વચ્ચે તનાવ હજુ ચાલુ છે બંન્ને દેશો આ દુર્ગમ વિસ્તારમાં શિયાળો શરૂ થવાની તૈયારી હોવા છતાં પોતાના સૈનિકોની તહેનાતી વધારી રહ્યાં છે આ બધા વચ્ચે ચીની સેનાના જવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવે છે કે આ સૈનિકો ભારત સરહદે પોતાના પોસ્ટીંગ થતા રડી રહ્યાં છે આ વીડિયો પહેલા ચીનના સોશિયલ મીડિયા વીચેટ પર પોસ્ટ કરાયો હતો પરંતુ બેઇજજતી થવાના ડરથી ચીની પ્રશાસને તેને ડિલિટ કરાવી દીધો હતો.

તાઇવાન ન્યુઝના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો કૂયાંગ રેલવે સ્ટેશને જતી વખતે બસમાં શુટ કરાયો હતો સેનામાં નવી ભરતી થયેલા આ જવાનોને અહીંથી ટ્રેનિંગ બાદ ભારત સાથે જાેડાયેલી ચીનની સરહદે પોસ્ટીંગ માટે મોકલાઇ રહ્યાં હતાં આ જવાનોને પહેલા હુબેઇ પ્રાંતના એક મિલેટ્રી કેમ્પમાં જવાનું હતું ત્યાંથી તેમની પોસ્ટીંગ ભારતીય સરદે થવાની હતી.

આ વીડિયો પહેલીવાર કૂયાંગ સિટી વીકલીના વીચેટ પેજ પર પોસ્ટ કરાયો હતો પરંતુ ત્યારબાદ બેઇજજતી થવાની બીકે તરત હટાવવામાં આવ્યો કુયાંગ સિટી વીકલીની પોસ્ટમાં ચીનના અનહુઇ પ્રાંતના કુયાંગ સિટીમાં આવેલા યિંગઝોઉ જિલ્લાના રહીશ એવા ૧૦ રંગરૂટોને દેખાડવામાં આવ્યા હતાં આ એજ રંગરૂટ હતાં જે આ વીડિયોમાં રોતા જાેવા મળે છે.
વીડિયોમાં જાેવા મળતા ચીની સેનાના રંગરૂટ હજુ કોલેજના વિદ્યાર્થીઓ છે તેમની ટીમમાંથી પાંચ જવાન તિબેટમાં સેવા કરવા માટે સ્વેચ્છાથી સ્વયંસેવક રહી ચુકયા છે વીડિયોમાં ચીની સૈનિકો થોથવાતા અઅવાજમાં ચીની સેના પીએલએના ગીત ગ્રીન ફલાવર્સ ઇન ધ આર્મી ગીત ગાતા જાેવા મળે છે આ દરમિયાન રોવાના કારણે તેમના મોઢામાંથી અવાજ નિકળતો નથી.

ગલવાનમાં ૧૫ જુનના રોજ થયેલા લોહિયાળ ધર્ષણ બાદ ચીનની સેનામાં ડરનો માહોલ છે તેમના સૈનિકો ભારતીય સૈનિકો સાથે ભીડતા હવે ખચકાઇ રહ્યાં છે જેનું તાજુ ઉદાહરણ પેન્ગોંગ લેકના દક્ષિણ ભાગમાં જાેવા મળ્યુ અહીં ભારતીય સેનાએ વ્યુહાત્મક રીતે મહત્વની અનેક ટોચ પર કબજાે જમાવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.