Western Times News

Gujarati News

પેસેન્જરના રોકડ તથા દાગીના તફડાવી લેવાના ગુનાઓમાં સંડોવાયેલ ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડતી LCB ખેડા

ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને . એમ.ડી. પટેલ પો.ઇન્સ , એલ.સી.બી ખેડા – નડીયાદ નાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સબ.ઇન્સ  એ.ઓ.તિવારી તથા એ.એસ.આઇ રતસિંહ , યશપાલસિંહ ,દેવેન્દ્રસિંહ ,કનકસિંહ  ગીરીશભાઇ , તથા શિવભદ્રસિંહ વિગેરે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો નડીયાદ ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન આ.હેડકો કનકસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે એક ટોળકીના ત્રણ ઇસમો કે જે પોતાની રિક્ષામાં ઉમરલાયક પેસેન્જરોને બેસાડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની પેસેન્જરોની નજર ચુકવી ઉઠાંતરી કરી ચોરી કરવાની ટેવવાળા હોય જે નડીયાદ શહેરમાં આવેલ છે . જે માહીતી આધારે પેટ્રોલીંગ દરમ્યાન નડીયાદ મિલરોડ , સુભાષનગર પાસે નડીયાદ -૨ , તરફ જવાના ખાંચા ઉપરથી ત્રણ ઇસમો ( ૧ ) રાજેશભાઇ ઉર્ફે ટણી ઓ દયારામ ડાહ્યાભાઇ જાતે પરમાર ( દેવીપુજક ) , ધંધો – મજુરી , રહે.મુળ રાજકોટ લુહાર નગર ગાંડલરોડ તા.જી.રાજકોટ ,
હાલ રહે .મહેમદાવાદ રેલ્વે સ્ટેશન સામે જી.ઇ.બી.ની પાસે છાપરામા , તા . મહેમદાવાદ જી.ખેડા ( ર ) રવિભાઇ રાજુભાઇ જાતે દંતાણી ઉ.વ .૨૪ ધંધો રી.ડૂા . રહે.ડાકોર શેઢી નદીના ખાડામાં તા.ઠાસરા જી.ખેડા ( ૩ ) જીતેન્દ્રભાઇ દિપાભાઇ જાતે વાઘેલા ( દેવીપૂજક ) રહે રોયકા ધોળકા ચોકડી બંસીધર પેટ્રોલપંપની સામે તા.બાવળા જી.અમદાવાદ નાઓને એક નવી નંબર વગરની હીરો કંપનીની મો.સા. કિ.રૂ. ૭૦,૦૦૦ / – તથા સી.એન.જી રીક્ષા નંબર જીજે – ૨૭ – ડબલ્યુ  – ૫૮૭૭       કિ.રૂ .૭૦,૦૦૦ / – તથા રોકડા રૂ .૨૬,૫૫૦ / મોબાઇલ ફોન નંગ -૪ કિ.રૂ. ૨૫૦૦ / – મળી કુલ્લે રૂ . ૧,૬૯,૦૫૦ / -ના મુદામાલ સાથે ઝડપી પાડેલ.

સદર ઇસમો પાસેથી મળેલ મુદ્દામાલ બાબતે કોઇ આધાર પુરાવા કે બિલ તેમજ કોઇ કાગળો રજુ કરેલ ન હોય આ મુદ્દામાલ ચોરી અગર છળ કપટથી મેળવી લાવેલાનો શક વહેમ હોય સદરહું મુદ્દામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કજે કરી સદરહું ત્રણેય ઇસમોને સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ડી મુજબ પકડી અટક કરી મહેમદાવાદ પો.સ્ટે . સોપેલ છે .

સેદરી આરોપીઓની ઘનિષ્ટ પુછપરછ દરમ્યાન છેલ્લા બે માસમાં ઉક્ત ત્રણેય આરોપીઓ તથા તેમના અન્ય સાગરિતોએ સાથે મળી રાજકોટ શહેર -૩ , અમદાવાદ શહેર -૨ , આણંદ વાસદ -૧ તથા વડોદરા શહેરમાં -૨ મળી કુલ્લે ૮ જગ્યાઓએ પેસેન્જરોને બેસાડી તેઓના ઘરેણા તથા રોકડ રકમની નજર ચુકવી ચોરી કરેલાની હકીકત જણાવેલ

તેમજ સદરહું આરોપીઓ પૈકી આરોપી નં .૧ નાઓ અગાઉ અમદાવાદ , વડોદરા , રાજકોટ , ખેડા વિગેરે જીલ્લાઓમાં ૧૬ થી વધુ પેસેન્જરોને બેસાડી તેઓના ઘરેણા તથા રોકડ રકમની નજર ચુકવી ચોરી કરેલાની ચોરીઓના ગુનામાં પકડાયેલ હતો અને હાલમાં આરોપી ને .૧ નાઓ

( ૧ ) રાજકોટ શહેર એસ્ટ ખાતે પી.વી.ડી. તથા ૨૦૧૧૫૮ ૦૫૦ ૧૧૨૦૮ ( ૧ ) નં.૨.ગુ.એ – પાર્ટ ( ર ૧૧૨૦૮ ( ૦૫૦ ૨૦૧૧૬૨ ઇ ૩૭૯ કો કલમ.પી. , ૧૧૪ મુજબના કામે નાસતો ફરતો હોય સદરહું ઇસમને સી ૪૧ કલમ .સી.પી.આર . ( ૧ આઇ ( મુજબ પકડી અટક કરવામાં આવેલ છે . સદરી આરોપીઓ રીઢા ગુનેગારો હોય તેઓની એમ ધરાવતા ગુનાઓમાં માહેર હોય અન્ય જીલ્લાઓમાં પણ આ એમઓ થી ગુનાઓ કરેલ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી . આ બાબતે અન્ય ગુનાઓ તથા મુદ્દામાલ બાબતે તપાસ ચાલુ છે . (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.