Western Times News

Gujarati News

ખોખરામાં બુટલેગરના પરીવારે પોલીસ સાથે ધક્કા મુક્કી કરતાં ફરીયાદ

(પ્રતિનિધિ) અમદાવાદ: ખોખરામાં પોલીસને બાતમી મળતાં દારૂના આરોપીને પકડવા જતાં આરોપીના પરીવારે પોલીસ સાથે ધક્કા મુક્કી કરી તેને ભગાડી મુકયો હતો બાદમાં આરોપીના ભાઈએ પણ ઝઘડો કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના અંગેની વિગત એવી છે ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનાના આરોપી રાજુ ઉર્ફે ભજીયો જશુભાઈ ડાભી (રેલ્વે કોલોની, મદ્રાસી મંદીર, ખોખરા) ને પકડવાનો બાકી હતો પોલીસને તે ઘરે હોવાની બાતમી મળતાં ટીમ મોકલી તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે પોલીસને જાેઈ ઘર આગળ ઉભેલો રાજુ નાસવા જતાં તેનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો હતો

જાેકે તેની માતા મીતાબેને પોલીસ કર્મીઓ સાથે ધક્કા મુક્કી કરતા તેનો લાભ લઈ રાજુ નાસવમાં સફળ રહયો હતો બીજી તરફ પોલીસ પાર્ટી સાથે રાજુના ભાઈ મનોજે પણ અવારનવાર દરોડા કેમ પાડો છો કહીને ઝઘડો કર્યો હતો જેને પગલે પોલીસે રાજુની માતા તથા ભાઈ વિરુધ્ધ પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ કરવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.