Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૪૨ કેસ : ૧૨નાં મોત થયા

ગાંધીનગર: રાજ્યમાં ૨૪ કલાકમાં ૬૧૯૧૨ ટેસ્ટ કરવામાં આવતા કોરોના પોઝિટિવના ૧૪૪૨ નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૧૩૦૩૯૧ થયો છે. રાજ્યમાં કોરોનાને લીધે ૧૨ દર્દીના મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૩૩૯૬ થયો છે. રાજ્યમાં આજે ૧૨૭૯ દર્દી સાજા થયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જ ૧૧૦૪૯૦ દર્દી થયા છે. આજની સ્થિતિએ રાજ્યમાં ૧૬૫૦૫ કુલ એક્ટિવ કેસ છે. વેન્ટીલેટર પર ૯૨ અને ૧૬૪૧૩ સ્ટેબલ છે. રાજ્યમાં સતત કોરોનાનો કહેર વધતો જાય છે.

સુરતમાં આજે એક દિવસમાં કોરોનાના કેસ ૩૦૦ પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૪.૭૪ ટકા છે. રાજ્યમાં આજની તારીખે ૫૯૯૬૩૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫૯૯૨૫૨ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને ૩૮૭ ફેસીલીટી ક્વોરેન્ટાઈન રાજ્યમાં કુલ ૪૧૧૦૧૮૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે ૧૨ દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૩, રાજકોટ શહેરમાં ૨, વડોદરા શહેરમાં ૨ અને જિલ્લામાં ૧ મોત નોંધાયા છે. અમદાવાદ શહેરમાં આજે કોરોના ૧૫૬ અને જિલ્લામાં ૨૭ સાથે ૧૮૩ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૩૫૬૭૨ થયો છે.

આજે ૩ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૭૯૫ થયો છે. સુરત શહેરમાં આજે કોરોનાનાં ૧૮૬ અને જિલ્લામાં ૧૧૪ સાથે ૩૦૦ કોરોનાના કેસ નોંધાયા છે. સુરતમાં આજે ૨ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૭૫૩ થયો છે. સુરતમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૭૪૯૨ થયો છે. વડોદરા શહેરમાં ૯૪ અને જિલ્લામાં ૪૦ સાથે ૧૩૪ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૧૧૪૦૪ થયો છે. આજે ૩ મોત નોંધાતા કોરોનાને લીધે મૃત્યુઆંક ૧૭૭ થયો છે. રાજકોટ શહેરમાં ૧૧૧ અને જિલ્લામાં ૩૭ સાથે ૧૪૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે ૨ મોત નોંધાતા મૃત્યુઆંક ૧૩૨ પર પહોંચ્યો છે. જામનગર શહેરમાં ૧૦૨ અને જિલ્લામાં ૧૨ સાથે ૧૧૪ કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૫૫૯૯ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.