Western Times News

Gujarati News

પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ  ફુટપાથ ઉપર બાવળ ઉગી નિકળ્યા

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ફુટપાથ ઉપર બાવળ તથા આકળા ઉગી નિકળતા અવરજવર કરતા લોકો ફુટપાથ ની જગ્યાએ રોડ ઉપર ચાલવાનો વારો આવ્યો છે તો અકસ્માત નો ભય પણ અવરજવર કરતા નગરજનો ને સતાવે છે તો સ્વચ્છતા અભિયાન ના ધજાગરા .

પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર રોડ ની બન્ને સાઇડમાં બનાવવામાં આવેલ ફુટપાથ ઉપર સ્વચ્છતા ના અભાવે હાલ ફુટપાથ ઉપર આકળા તથા ગાડા બાવળો ઉગી નિકળ્યા છે તો એપ્રોચરોડ રોડ ઉપર અવર જવર કરતા નગરજનો હાલતો ફુટપાથ ની જગ્યાએ રોડ ઉપર ચાલવુ પડે છે તો રાત્રીના સમયે નગરજનો ને  અકસ્માત નો  ભય પણ સતાવે છે

ત્યારે હાલતો સ્વચ્છતા અને સફાઈ ના માટે લાખ્ખો રૂપિયા ની આવતી  ગ્રાન્ટો ક્યાં વપરાય છે તેવા પ્રશ્નો ઉભા થાય છે ત્યારે હાલતો  પ્રાંતિજ નો આ હાર્ડ સમાન પ્રવેશ દ્વાર થીજ ફુટપાથ ઉપર ઉગી નિકળેલ ગાડા બાવળો તથા આકળા સ્વચ્છતા ની બિગલ ફુંકતી પ્રાંતિજ પાલિકા ની જાણે પોલ ખુલી કરી દીધી હોય તેમ જોવા મળે છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.