Western Times News

Gujarati News

પ્રખ્યાત અર્થશાસ્ત્રી ઇશર જજ આહલુવાલિયાનું નિધન

નવી દિલ્હી, ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રી ઇશર જજ આહલુવાલિયાનું આજે 75 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ બ્રેઇન કેન્સરથી પીડિત હતા. ઇશર જજ આહલુવાલિયા એ મોન્ટેક સિંહ આહલુવાલિયાના પત્ની છે અને મોન્ટેક સિંહ પણ પ્રખ્યાત અર્થશાસ્ત્રી તેમજ કોંગ્રેસના શાસનકાળમાં યોજના પંચના ડેપ્યુટી ચેરમેન હતા.

તેઓ બ્રેન કેન્સરથી પીડિત હતા. ઇશર જજે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પીએચડી કરી હતી. તેમણે બી.એ. (ઇકો ઓનર્સ) પ્રેસીડેન્સી કોલેજ, કલત્તામાંથી કરી હતી. ત્યાર બાદ તેમણે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એમએ કર્યું હતું.

તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં ઇશર જજ આહલુવાલિયાએ ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશનના ચેરપર્સન પદેથી રાજીનામું આપ્યુ હતુ. તેમનું સંશોધન શહેરી અને ઔદ્યોગિક વિકાસ અને મેક્રો-આર્થિક સુધારણા ઉપર કેન્દ્રિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.