Western Times News

Gujarati News

કોર્પોરેટરને બાઇક પર આવેલા શખ્સોએ પીઠ ઉપર ગોળી મારી

સુરત: સુરતના વરાછા વિસ્તારમાં ભાજપના નેતા પર ગતરોજ ફાયરિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બાઈક પર આવેલા બે શખ્સો ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. જોકે ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે પહોંચેલા નેતા ના શરીરમાંથી ગોળી નીકળતા તબીબ દ્વારા ઘટનાની જાણકરી પોલીસને આપતા પોલીસ પણ બનાવ વાળી જગ્યા પર પહોંચી હતી અને તપાસ કરતા ફૂટેલ કારતુસ પણ મળી આવ્યો હતો. જોકે આ નેતા પર જમીન મામલે જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યુ હોવાનું પોલીસ નું અનુમાન છે. સુરતમાં કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે લૉકડાઉન ખુલતાની સાથે ફરીએ એક વાર ગુનાખોરી સતત વધી રહી છે.

ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને ભાજપના નગર સેવક એવા ભરત મોનાભાઈ વઘાસીયા વરાછા વિસ્તારમાં આવેલા ડાહ્યા પાર્ક સ્થિત ઓફિસથી ઘરે જઈ રહ્યા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. રાત્રીના સમયે વરાછાની વર્ષા સોસાયટી વિભાગ-૧ના વાડીવાળા રોડ પર આ ઘટના બની હતી. બાઈકની પાછળ બેઠેલ વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું.જેથી તેઓને પીઠનાં ભાગે ગોળી વાગતા તેઓને સારવાર અર્થે તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે જ ઓપરેશન કરી તેમના શરીરમાંથી ગોળી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસને તપાસમાં કારતૂસ પણ મળી આવ્યા હતી. જેને પોલીસે કબજે કરી છે.

સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ શરૂ કરી છે. ઘટના સ્થળે આવેલા એસીપી પરમારે જણાવ્યું કે ભાજપના નગરસેવક વઘાસિયા બાઇક પર જઈ રહ્યા ત્યારે બે અજાણ્યા ઇસમોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હૉસ્પિટલમાં જઈને એક્સરે કરાવતા તેમને ગોળી વાગી હોવાનું ખુલ્યું હતું આથી તેમનું ઓપરેશન કરી ગોળી કાઢવામાં આવી હતી. સ્થળ પરથી પોલીસને કારતૂસો મળી આવી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ કરતા જાણકરી મળી હતી કે આ નગર સેવક ને અંદાજિત ૨૦૦ કરોડની એક જમીને લઈને લાંબા સમય થી એક વિવાદ ચાલતો હતો અને આ વિવાદમાં તેમના પર જુવલેન હુમલો કરવામાં આવીયો હતો તેવું લાગી રહીયુ છે ત્યારે પોલીસે હવે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.