Western Times News

Gujarati News

શામળાજીના ડોક્ટર કોરોના સામે જંગ હાર્યા,અરવલ્લીમાં વધુ ૬ લોકો કોરોના પોઝેટીવ 

જીવના જોખમે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ સતત કોરોનાગ્રસ્ત બની રહ્યા છે  આઇએમએના પ્રમુખ ડો. રાજન શર્માના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ-૧૯ દર્દીઓને સારવાર આપી ચૂકેલા ૫૧૫ જેટલા તબીબ મૃત્યુનો ભોગ બન્યા છે. આઇએમએની લગભગ ૧૭૪૬ શાખા દેશભરમાં કાર્યરત છે. તે શાખાઓની મદદથી મૃતક તબીબોની ઓળખ કરવામાં આવેલી છે અને તે તમામ એલોપેથિક તબીબ હતા.આઇએમએ પાસે ઉપલબ્ધ ડેટાબેઝ મુજબ મૃતક તબીબ અને દર્દીની સરેરાશ ૧:૧૯૪ બરોબર છે.

આઇએમએના જણાવ્યા મુજબ મૃત્યુનો ભોગ બનેલા ૨૦૧ તબીબ ૬૦ થી ૭૦ વર્ષના હતા, ૧૭૧ તબીબ ૫૦થી ૬૦ વર્ષની વયના હતા. ૭૦થી મોટી વયના ૬૬ તબીબ તો ૩૫થી ૫૦ વર્ષની વય ધરાવતા ૫૯ તબીબનાં મૃત્યુ નોંધાયાં છે. દેશમાં ૩૫થી નીચેની વયના માત્ર ૧૮ દર્દીનાં મૃત્યુ નોંધાયાં છે આરોગ્ય નગરી તરીકે જાણીતા મોડાસા શહેરમાં ત્રણ ડોક્ટર કોરોનામાં સપડાયા છે જયારે શામળાજીના ખાનગી હોસ્પિટલના તબીબને કોરોના ભરખી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે

અરવલ્લી જીલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે વહીવટી અને આરોગ્ય તંત્રના સબસલામતીના દાવાઓ વચ્ચે કોરોનાના અજગરી ભરડામાં અનેક લોકો સપડાઈ રહ્યા છે લોકડાઉન-૧,૨ માં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદો ઉપર કડક ચોકી પહેરો,થર્મલ સ્કેનીંગ,બહારથી આવતા મુસાફરો ના આરોગ્યની ચકાસપી ચોક્કસાઈ ભરી રીતે હાથ ધરાતી હતી અને જિલ્લા માં આઈશોલેશન વોર્ડ,ફેસીલીટી સેન્ટરો પૂરતા પ્રમાણમાં ઉભા કરી દેવાયા હતા.પરપ્રાંતીય શ્રમિકો માટે પણ આશ્રય સ્થાનો ઉભા કરી દેવાયા હતા.

પરંતુ હવે જેમ જેમ કોરોનાનું સંક્રમણ વધી રહયું છે.કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટી રહયા છે તેમ તેમ રાજયનું વહીવટી અને આરોગ્ય તંત્ર જવાબદારીમાંથી હાથ ખંખેરી રહયું હોય એવા આક્ષેપો ચારે બાજુએ ઉઠી રહ્યા છે

 મોડાસા નગરમાં વધુ બે તબીબો કોરોનામાં સપડાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.જયારે આ તબીબો નો સ્ટાફ હોમ કર્વારન્ટાઈન થયો હોવાનું લાગતા વળગતા દ્વારા જણાવાયું હતું. નગરની કાર્તિકેય સોસાયટી માં એક વેપારી સહિત મેઘરજ રોડ ઉપર લવાસા ફલેટ, જલારામ સોસાયટી સહિત ભિલોડા, માલપુર અને ધનસુરામાં મળી કુલ છ પોઝીટીવ કેસ નોંધાયા હતા.અનલોક-૫ ના પ્રથમ 3 દિવસમાં જિલ્લામાં 12 અને છેલ્લા એક અઠવાડીયામાં જિલ્લામાં 26 પોજીટીવ કેસ મળી આવ્યા છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.