Western Times News

Gujarati News

CCDના સ્થાપક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ નેત્રાવતી નદીના કાંઠેથી મળ્યો

નવી દિલ્હી,  ભારતની સૌથી મોટી કોફી ચેન, કેફે કોફી ડે (સીસીડી) ના માલિક અને સ્થાપક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ બુધવારે સવારે લગભગ 6:50 વાગ્યે મળી આવ્યો હતો. તે સોમવારે સાંજથી કર્ણાટકના નેત્રાવતી ડેમ સ્થળ પરથી ગુમ હતો. ઉદ્યોગપતિનો મૃતદેહ નેત્રાવતી નદીના કાંઠે 36 કલાકની ઉદ્ધત શોધખોળ બાદ મળી આવ્યો હતો.

કોફી ડેના માલિક સિદ્ધાર્થને લઇ ઇન્કમટેક્સનો ખુલાસો

દેશની લોકપ્રિય કેફે ચેઇન કૈફે કોફી ડેના લાપત્તા માલિક વીજી સિદ્ધાર્થના મામલામાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આખરે ખુલાસો કરવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગે કહ્યું છે કે, તમામ યોગ્ય કાયદા હેઠળ સિદ્ધાર્થ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિભાગના સુત્રોએ કહ્યું છે કે, કૈફે કોફી ડેની સામે કાયદાકીય મુજબ કાર્યવાહી થઇ હતી.

સિદ્ધાર્થે એક પત્રમાં આક્ષેપ કરતા કહ્યું છે કે, લાંબી લડાઈ લડવામાં આવી છે પરંતુ હવે લડાઈ લડશે નહીં. કાફે કોફી ડેના સ્થાપક અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ સિદ્ધાર્થના લાપત્તા થયા બાદ ઉંડી શોધખોળ ચાલી રહી છે. ત્રણ દિવસ પહેલા લખવામાં આવેલા પત્રમાં સિદ્ધાર્થે પોતાની તકલીફોનો ઉલ્લેખ કર્યો હતો.

પત્રમાં કંપનીને થઇ રહેલા ભારે નુકસાનની પણ વાત કરવામાં આવી છે. જંગી દેવાની પણ વાત કરવામાં આવી છે. સાથે સાથે આવકવેરા વિભાગના એક પૂર્વ ડીજીના દબાણની પણ ચર્ચા છે. સોમવાર રાતથી જ સિદ્ધાર્થ અંગે કોઇ માહિતી મળી રહી નથી. તેમના ડ્રાઇવરના નિવેદનના આધાર પર પોલીસને શંકા છે કે, સિદ્ધાર્થે કદાચ આત્મહત્યા કરી લીધી છે. સિદ્ધાર્થ લાપત્તા થયા બાદ આ પત્ર હાથમાં આવ્યો છે. પત્ર ૨૭મી જુલાઈના દિવસે લખવામાં આવ્યો હતો.

આમા તેઓએ બોર્ડ ઓફ ડિરેક્ટર અને કોફી ડે પરિવારને કહ્યું છે કે, ૩૭ વર્ષના ગાળા બાદ પણ તે તમામ પ્રયાસો છતાં એક યોગ્ય નફો કરે તેવા બિઝનેસ મોડલને તૈયાર કરી શક્યો નથી. જે લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો છે તેમને નિરાશ કર્યા છે જેથી માફી ઇચ્છે છે. તેના લેવડદેવડ છ મહિનામાં ખુબ જ ઘટી ગયા હતા. બીજી બાજુ પોલીસ અને સંબંધિત ટીમો દ્વારા ઉંડી શોધખોળ ચલાવવામાં આવી રહી છે. આઈટી વિભાગે વ્યાપક દરોડા પુરાવાના આધાર પર પાડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.