Western Times News

Gujarati News

પ્રાંતિજ બ્રહ્માણી માતાના મંદિર ખાતે ધજારોહન કાર્યક્રમ યોજાયો

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત ભરમાં નવરાત્રી નો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે આ વરસે કોરોના ના ગ્રહણ વચ્ચે સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ નવરાત્રી યોજાઈ રહી છે ત્યારે પ્રાંતિજ ના બ્રહ્માણી માતા ના મંદિર ખાતે પણ પ્રથમ નોરતે ધજા રોહન કાર્યક્રમ યોજાયો હતો .

પવિત્ર  નવરાત્રી નો આજથી પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે પ્રાંતિજ ખાતે આવેલ સુપ્રસિધ્ધ  શ્રી  બ્રહ્માણી માતા ના મંદિર ખાતે કોરોના ના ગ્રહણ વચ્ચે વહેલી સવારે ધજા રોહન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા મંદિર સહિત મંદિર સંકુલમાં સેનીટાઇઝ કરવામાં આવ્યું હતું તો મંદિરમાં આવેલ દરેક માઇ ભક્તોને ફરજીયાત માસ્ક પહેરવા સહિત સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોશીયલ ડીસન્ટન સાથે બ્રહ્માણીની માતાના મંદિર ખાતે ધજારોહન કાર્યક્રમ યોજાયો હતો

તો મંદિર ખાતે આરતી યોજાઈ હતી અને નવરાત્રી ના પ્રથમ નોરતે થીજ મંદિર ખાતે પટેલ સમાજ ના ભાઇ બહેનો તથા માઇ ભકતો ઉપસ્થિત રહ્યા હતાં અને પ્રથમ નોરતે મા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો મંદિર ખાતે નવમા નોરતે પાંડવો વખત થી ભરાતો પલ્લી મેળો આ વર્ષે કોરો ના ના ગ્રહણ ને લઈને મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા મોકુફ રાખવામા આવ્યો છે તો સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ નવરાત્રી દરમ્યાન સવાર સાંજ ખાલી માની આરતી યોજાશે અને વિવિધ નવરાત્રી માં યોજાતા વિવિધ કાર્યક્રમો પણ કોરોના ના ગ્રહણ ને લઈને આ વખતે મોકુફ રાખવામા આવ્યા છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.