Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૨૨૧૨ નવા મામલા નોંધાયા

નવીદિલ્હી, દેશમાં એકવાર ફરી દૈનિક કોરોના વાયરસના મામલામાં ઘટાડો નોંધાયો છે કોવિડ ૧૯ના કુલ મામલા ભલે જ ૭૪ લાખને પાર કરી ગયા છે પરંતુ દૈનિક મામલામાં ઘટાડો એક સકારાત્મક સંકેત છે.કોરોનાના ગઇકાલે ૬૩,૩૭૧ મામનલા દાખલ થયા હતાં જયારે આજે કોવિડ ૧૯ના ૬૨,૨૧૨ નવા મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે.બીજી તરફ વાયરસથી ઠીક થનારા દર્દીઓની સંખ્યા ૬૫ લાખને પાર પહોંચી ગઇ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૬૨,૨૧૨ લોકો સંક્રમિત થયા છે જયારે આ દરમિયાન ૮૩૭ દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી કોવિડ ૧૯થી ૭૪,૩૨,૬૮૧ લોકો સંક્રમિત થયા છે.

કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા ૬૫,૨૪,૫૯૬ થઇ ગઇ છે. દેશમાં કોરોનાના સક્રિય મામલામાં સતત ઘટાડો જાેવા મળ્યો છે વર્તમાનમાં દેશમાં સંક્રિય મામલાની સંખ્યા ૭,૯૫,૦૮૭ છે.કોરોનઆથી ઠીક થનારા દર્દીઓની સંખ્યા અને સક્રિય મામલાના અંતરમાં વૃધ્ધ થઇ રહી છે. જયારે અત્યાર સુધી ૧,૧૨,૯૯૮ લોકોના વાયરસથી મોત થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.