Western Times News

Gujarati News

મેઘરજ પોલીસે ગાયવાછરડા ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીનો સામાન પકડ્યો આરોપી ફરાર

અરવલ્લી જીલ્લાના મેઘરજ પોલીસ મથક વિસ્તારના ગાયવાછરડા ગામે બુટલેગરના પોતાના રહેણાંક મકાન આઞળથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીનો સામાન પકડાયો છે, જ્યારે બુટલેગરને પોલીસ આવવાની આગોતરી જાણ હોય તેમ ફરાર હતો.  મેઘરજ પોલીસ સબ ઇન્સ્પેકટર એન એમ સોલંકી અને તેમની ટીમના માણસોને પ્રોહી વાૅચ પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ફતાભાઈ સુરજીભાઈ અસારી રહે. ગાયવાછરડા તા. મેઘરજ જી. અરવલ્લી પોતાના ઘરે દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે.

પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરતાં અપેક્ષા મુજબ બુટલેગર ફરાર થઈ ગયો હતો. પોલીસને સ્થળ પરથી દેશી દારૂ બે લિટર, વાૅશ ૫૦ લિટર અને દારૂ ગાળવાની ભઠ્ઠીનો વાસણો મળી કુલ રૂપિયા ૨૨૦/-નો મુદ્દામાલ કબ્જે પોલીસનો દરોડો જોઈ ભાગી ગયેલ આરોપી વિરૂદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (દિલીપ પુરોહિતબાયડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.