Western Times News

Gujarati News

સોનિયા ગાંધી કમલનાથ વિરૂધ્ધ કાર્યવાહી કરે: શિવરાજ ચૌહાણ

ભોપાલ, મધ્યપ્રદેશમાં ૨૫થી વધુ બેઠકો માટે પેટાચુંટણી થનાર છે તેને લઇ સત્તા અને વિરોધ પક્ષો ચુંટણી જાહેર સભા કરી રહ્યાં છે. આજ પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતાઓની જીપ લપસી હતી અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભાજપના ઉમેદવાર ઇમરતી દેવીને એક જાહેરસભામાં આઇટમ કહી દીધા હતાં પોતાના ઉમેદવારના સમર્થનમાં મુખ્યમંત્રી શિવરાજ સાંસદ જયોતિરાદિત્ય સિંધિયા સહિત ભાજપના નેતાઓએ આજે બે કલાકનું મૌન ધરણા કર્યા હતાં.

શિવરાજે કહ્યું હતું કે મહિલાઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં. જયારે ધરણા ખતમ કર્યા બાદ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે સોનિયા ગાંધીને પુછયુ છે કે શું તેમના નેતા દ્વારા કરવામાં આવેલ ટીપ્પણી યોગ્ય છે. શું ગરીબ મહિલાઓનું કોઇ સમ્માન નથી જયારે કમલનાથ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે એ બેશર્મીની હદ છે.તેમણે કહ્યું કે મને કોંગ્રેસ તરફથી સ્પષ્ટીકરણની આશા હતી પરંતુ નિવેદનને બેશર્મીથી યોગ્ય ઠેરવવામાં આવી રહ્યું છે.

તમે મને ગાળો આપી શકો છો મારૂ નામ લઇ શકો છે પરંતુ એક મહિલાની બાબતમાં આવી ટીપ્પણી કરવી દરેક પુત્રી માતાની વિરૂધ્ધ છે મહિલાઓનું નવરાત્રિ દરમિયાન અપમાન કરવામાં આવ્યું છે. કમલનાથે બેશર્મીની તમામ હદો પાર કરી દીધી છે સોનિયા ગાંધી તમારી પાર્ટીના એક નેતા એક પૂર્વ મુખ્યમંત્રીએ આવી ટીપ્પણી કરી શે શું આ યોગ્ય છે ડો તમને લાગે છે કે આ ટીપ્પણી ખોટી હતી તો તમે શું કાર્યવાહી કરશો હું તમને પત્ર લખી રહ્યો છું તમે નિર્ણય લો. તેમને પાર્ટીના તમામ પદોથી તાકિદે હટાવી દો અને તેમના નિવેદનની સખ્ત ટીકા કરો જાે તમે પ્રતિક્રિયા કરવામાં નિષ્ફળ રહ્યાં તોે મને વિશ્વાસ કરવા પર મજબુર થવું પડશે કે તમે તેનું સમર્થન કરો છો  દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે શિવરાજના મૌનને એક નાટક ગણાવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.