Western Times News

Gujarati News

જમ્મુને ચીનનો હિસ્સો દર્શાવતા લોકો ટિ્‌વટર પર ભડકી ઉઠ્યા

નવી દિલ્હી, હવે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટિ્‌વટર પણ લોકોના નિશાના પર આવી ગયું છે. મૂળે ટિ્‌વટર ઈન્ડિયાએ એક સ્થળે જમ્મુ-કાશ્મીરને ચીનના હિસ્સાના રૂપમાં દર્શાવ્યું છે. ત્યારબાદ ઇન્ટરનેટ પર ટિ્‌વટરની આ હરકતને લઈ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકોએ ટિ્‌વટર ઈન્ડિયાના અધિકારીઓની ધરપકડ કરવા સુધીની માંગ કરી છે.

ટિ્‌વટરની આખ હરકત બાદ આ મુદ્દાને ઓબ્જર્વર રિસર્ચ ફાઉન્ડેશનના કંચન ગુપ્તાએ ઉઠાવ્યો. કંચન ગુપ્તાએ ટિ્‌વટમાં લખ્યું કે, ટિ્‌વટરે હવે ભૂગોળ બદલવાનો ર્નિણય કરી લીધો છે. તેણે જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો જાહેર કરી દીધો છે. આ ભારતીય કાયદાનું ઉલ્લંઘન નથી તો બીજું શું છે? શું અમેરિકાની કંપની કાયદાથી ઉપર છે? એક લાઇવ બ્રોડકાસ્ટમાં જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો દર્શાવ્યા બાદ ઊભા થયેલા વિવાદ પર ટિ્‌વટરના પ્રવક્તાએ કહ્યું કે, અમે રવિવારે થયેલી આ ટેકનીકલ સમસ્યાથી અવગત છીએ. અમે તેને સમજીએ છીએ અને તેની સંવેદનશીલતાનું સન્માન કરીએ છીએ.

અમારી ટીમે તેની તપાસ કરી અને જિયોટેગની આ સમસ્યાને ઉકેલી દીધી છે. એક યૂઝરે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે ભારતને આ મામલામાં શાંત ન બેસવું જોઈએ. ટિ્‌વટર ઈન્ડિયાના ભારતીય પ્રબંધનમાં સામેલ લોકોની ધરપકડ કરવી જોઈએ. તેની પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.