Western Times News

Gujarati News

શેલ્બી હોસ્પિટલ્સના ઓંકોલોજી વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં “સ્તન કેન્સર જાગૃતિ” અભિયાન યોજાયો

આજે મેટ્રો સિટીઝમાં મહિલાઓ થી સંલગ્ન દરેક પ્રકારના કૅન્સરોમાં, સ્તન કેન્સરનું પ્રમાણ ૨૫% – ૩૨% છે

આજની તારીખમાં, સ્ત્રીઓમાં સૌથી સામાન્ય પ્રકારનું કેન્સર હોય છે સ્તન કેન્સર. આજે ભારતદેશમાં સ્ત્રીઓમાં જેટલા કૅન્સરનું પ્રમાણ છે એમાં થી 14% કેન્સર સ્તન કૅન્સરના છે. એક અહેવાલ મુજબ દર ચાર મિનિટમાં એક ભારતીય મહિલાને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થાય છે.

ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. વર્ષ 2018 માં સ્તન કેન્સરના આંકડા પરના એક અહેવાલમાં 1, 62,468 નવા નોંધાયેલા કેસો અને 87,090 મૃત્યુના કેસીસ નોંધાયા હતા.

કેન્સર જયારે બીજા કે ત્રીજા તબ્બકામાં આવી જાય છે ત્યારે બચવું મુશ્કેલ બને છે, અને આજે 50% થી વધુ ભારતીય મહિલાઓ સ્તન કેન્સરના તબક્કા 3 અને તબક્કા ૪ ના કેન્સર થી પીડાય છે. સ્તન કેન્સરથી પીડાતી સ્ત્રીઓ માટે પોસ્ટ કેન્સરનો સર્વાઇવલ દર, ભારતીય મહિલાઓમાં ૬૦% અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના સ્ત્રીઓમાં ૮૦% નોંધાયો છે.

આમતૌર પર સ્ત્રીઓ તેમની સ્થિતિનું સ્વ-નિદાન કરી શકે છે અને શરીરમાં કેન્સરગ્રસ્ત ગાંઠો અથવા પેશીઓ વિશે જાણી શકે છે જે શરીરમાં કેન્સરગ્રસ્ત વૃદ્ધિ સૂચવે છે. ભારતમાં સ્ત્રીઓના સ્તન કેન્સરથી બચવાના દરનું પ્રમાણ ખૂબ ઓછા હોવાનું મુખ્ય કારણ જ એ છે કે એમાં જાગૃતિનો અભાવ હોય છે અને એટલે પ્રારંભિક તપાસ અને નિદાનનો દર પણ ખુભજ ઓછો હોય છે. નવા આંકડાઓ આશ્ચર્યજનક અને ભયજનક ભવિષ્ય તરફ ઈશારો કરે છે.

આ જ સમય છે જ્યારે આના નિરાકરણના પગલાંઓ લેવા પડશે. સર્વાઇકલ કેન્સરને પાછળ રાખી, સ્તન કેન્સર જ આજે દેશમાં સૌથી સામાન્ય કેન્સર બની ગયું છે. આજે મુંબઇ, દિલ્હી, બેંગલુરુ, ભોપાલ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં, સ્ત્રીઓ ને થવા તમામ કૅન્સરોમાં સ્તન કેન્સરનું પ્રમાણ 25% થી 32% થઇ ગયું છે . બીજા શબ્દોમાં કહીએ તો સ્તન કેન્સર હવે બધ્ધા પ્રકારના સ્ત્રી કૅન્સરોમાં 1/4 થી વધુનું ભાગ ધરાવે છે.

નોંધનીય બાબત એ પણ છે કે સ્તન કેન્સરનું પ્રમાણ યુવા વર્ગો અને જૂથોમાં વધારે જોવા મળે છે. બધા કિસ્સાઓમાં લગભગ 50% કેસો એ 25-50 વર્ષની વય જૂથમાં હોય છે અને આમાંના 70% થી વધુ કિસ્સાઓની નોંધણી અદ્યતન તબક્કાઓમાં જ થાય છે જેનાં પરિણામ સ્વરૂપ કૅન્સરથી બચવાનો દર ઓછો છે અને મૃત્યુદર વધારે છે.

એટલે જ ઓક્ટોબર મહિનાને શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સના જુદા જુદા ૧૧ એકમોમાં “બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મહિના” તરીકે મનાવવામાં આવે છે અને હોસ્પીટલ દ્વારા ભારતના આ ૧૧ એકમોને જોડાતા એક “બ્રેસ્ટ કેન્સર સર્વાઇવલ ગ્રુપ” ની પણ શરૂઆત કરવામાં આવી છે. આ COVID-19 રોગચાળોનો પડકારજનક સમયના દરમિયાન પણ, એક હોમકેરની સુવિધા સાથે, આવા પ્રકારનાં સપોર્ટ જૂથ સમાજમાં, તેમજ દર્દીઓ પર, કોઈપણ ભય અને ચિંતા વગર વહેલા નિદાન અને સારવાર માટે વધુ અસરકારક સેવાઓ આપવા માટે પ્રતિબદ્ધ રહેશે. સ્તન કેન્સર થી સારવાર અને એનાથી નિદાન ને વધુ અસરકારક બનાવવા માટે અમારી પાસે ડાયટિશિયન, યોગ ટ્રેનર, સલાહકાર અને ડોકટરોની એક ટીમ પણ તૈયાર રહેશે .

નિવારણ એ ઉપચારથી એક જ પગલું દૂર છે. જાગૃત રહો, તૈયાર રહો.

સ્તન કેન્સરના કેસોમાં કૌટુંબિક તબીબી ઇતિહાસથી વાકેફ હોવાને કારણે, તમે જાણી શકો છો કે શું તમે આનુવંશિક રૂપે તેના તરફ વલણ ધરાવતા છો કે નહિ. આ જાણકારી તમને કેન્સર નિવારક દવાઓ લેવા અથવા નિવારણ સર્જરી કરાવવામાં મદદ કરશે. સ્તન કેન્સર નિવારણનો સૌથી સહેલો રસ્તો જાત-સ્તન પરીક્ષણ કરવામાં સક્ષમ બનવું અને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરવું છે. સ્ત્રીઓને એ જયારે 30 વર્ષની થઈ જાય તે પછી થી જ નિયમિતપણે જાત-સ્તન પરીક્ષણો કરાવું જોઈએ.

નિદાનના જ સમયથી અને પછી લાંબા સમય સુધી સારવારના તબક્કા દરમિયાન, કેન્સરના દર્દીઓ ડિપ્રેશન અને અસ્વસ્થતાની લાગણી અનુભવી શકે છે. દરેક ક્ષણે એક અજાણ્યાનો ભય અને શૂન્યાવકાશનું વાતાવરણ રહે છે. આ સમયે,પરિવારના સભ્યોનો ભાવનાત્મક ટેકો બહુ જ મહત્વપૂર્ણ છે જેથી દર્દીનું મનોબળ અને આત્મવિશ્વાસ સકારાત્મક અને શક્તિશાળી રહે.

આ સમયગાળામાં કેન્સર સપોર્ટ જુથ પરિવારના સભ્યો તથા દર્દી ને તમામ પ્રકારનાં માર્ગદર્શન આપી, ભાવનાત્મક ટેકાનું પ્રતીક બને છે. સામાન્ય રીતે આવા જૂથોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, સાજા થયેલા દર્દીઓ તેમજ સલાહકારોનો સમાવેશ થાય છે આવા સપોર્ટ જૂથો અને પરામર્શની સેવાઓ ભારતના ઘણા શહેરોમાં સક્રિય છે.

શેલ્બી હોસ્પિટલ્સના ઓનકોલોજી વિભાગ કેન્સરની વિસ્તૃત સંભાળ માટેની સેવાઓ પૂરી પાડે છે જેમાં ઓનકોલોજી, ઓનકો સર્જરી, કીમોથેરાપી અને રેડિયેશન થેરેપીનો સમાવેશ થાય છે. શેલ્બી નરોડા એ નવીનતમ રેડિયેશન થેરેપી મશીન – વેરીઆન ટ્રાયોલોજી વિથ ફ્લેટનિંગ ફિલ્ટર ફ્રી (એફએફએફ) ટેકેનોલોજી થી સજ્જ છે જે કેન્સરના દર્દીઓને વધુ ચોકસાઇથી રેડિયોથેરાપી પહોંચાડવા માટે સક્ષમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.