Western Times News

Gujarati News

ગુજરાત સરકારના શ્રમ વિભાગે ગ્રેજ્યુઈટીની ચૂકવણી નહીં કરતી કંપનીઓ સામે કાનૂની પગલાં લીધા

એસજી હાઈવે પરની કતારીયા ઓટોમોબાઈલ્સ, કેન્સર સિક્યોરિટી સર્વિસીસ, નારોલ ખાતે સિંઘલ બ્રધર્સ, શ્યામ કોર્પોરેરેશન પ્રાઈવેટ લિમિટેડ- નારોલ, પાલડીની કોન્ડુસ્કર ટ્રાવેલ્સ, ઘાટલોડિયાના શિલ્પ ઈન્ડેન અને પ્રશાંત ફેબ્રીક્સ (ઈન્ડીયા) પ્રા.લિ.નો સમાવેશ

અમદાવાદઃ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે પોતાના કર્મચારીઓને ગ્રેજ્યુઈટીની ચૂકવણી નહીં કરનારા એકમો સામે કાનૂની કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.

શ્રમ અને રોજગાર વિભાગને કર્મચારીઓ અને કામદારા સંઘ તરફથી ફરિયાદ મળી હતી કે કેટલીક કંપનીઓ કર્મચારીઓને ગ્રેજ્યુઈટીની ચૂકવણી નથી કરતી. શ્રમ વિભાગે તપાસ કર્યા પછી 9 એકમોને શો-કોઝ નોટિસ જારી કરી છે અને શ્રમ વિભાગને ખાત્રી થઈ છે કે આ એકમોએ ગ્રેજ્યુઈટીની ચૂકવણીમાં વિલંબ કર્યો હતો અથવા તો ગ્રેજ્યુઈટીની સમૂળગી ચૂકવણી કરી નથી.

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે “કોઈપણ માલિક કામદારોના વાજબી લ્હેણાં પોતાની પાસે રાખી શકે નહીં અથવા તો તેની ચૂકવણી અટકાવી શકે નહીં. તપાસ દરમ્યાન 9 એકમો ગ્રેજ્યુઈટી સંબંધિ કાયદાઓનું પાલન કરતા નહીં હોવાનું જણાયું છે. અમે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એક્ટ-1972 હેઠળ આ કસૂરવાર એકમો સામે કાર્યવાહી હાથ ધરી છે.”

જે 9 એકમો સામે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એક્ટ-1972 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમાંથી 7 એકમો અમદાવાદના છે. આ એકમોમાં એસજી હાઈવે પરની કતારીયા ઓટોમોબાઈલ્સ, કેન્સર સિક્યોરિટી સર્વિસીસ, નારોલ ખાતે સિંઘલ બ્રધર્સ, શ્યામ કોર્પોરેરેશન પ્રાઈવેટ લિમિટેડ- નારોલ, પાલડીની કોન્ડુસ્કર ટ્રાવેલ્સ, ઘાટલોડિયાના શિલ્પ ઈન્ડેન અને પ્રશાંત ફેબ્રીક્સ (ઈન્ડીયા) પ્રા.લિ.નો સમાવેશ થાય છે. ગાંધીનગર જીલ્લાના કલોલની દશામા ઈન્ડસ્ટ્રીઝ અને સુરતની ઉજાલા ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગને પણ શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી છે.

મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે “આ એકમો સામે આગળની કાનૂની/ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.