Western Times News

Gujarati News

આ વર્ષે આકરા શિયાળા માટે તૈયાર રહેવુ પડશેઃ હવામાન વિભાગ

નવી દિલ્હી, નવેમ્બર મહિનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને વહેલી સવારે તથા મોડી રાતે ઠંડીનો હળવો ચમકારો અનુભવાઈ રહ્યો છે.બદલાઈ રહેલા મોસમ વચ્ચે આ વર્ષે શિયાળો ભારે આકરો રહેશે તેમ ભારતીય હવામાન વિભાગનુ અનુમાન છે.

વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, આ વર્ષે લા નીનાની અસરના કારણે શિયાળામાં ભારે ઠંડી પડે તેવી શક્યતા છે.લા નીનાના નબળા પડવાનીકારણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધારે ઠંડી પડશે.ગયા વર્ષે લા નીનાનુ જોર હતુ અને તેના કારણે પ્રમાણમાં ઓછી ઠંડી પડી હતી.

લા નીના એક સમુદ્રી પ્રક્રિયા છે.જેમાં દરિયામાં ઠંડા કે ગરમ પાણીનો પ્રવાહ વહબેતો હોય છે.આ વર્ષે લા નીનાની અસર નબળી પડવાની હોવાથી દરિયામાં પાણી ઠંડુ રહેશે અને તેના કારણે હવાઓ પર તેની અસર દેખાશે.વધારે ઠંડી અનુભવાશે અને તાપમાન પર પણ તેનો પ્રભાવ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.