Western Times News

Gujarati News

આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી

(પ્રતિનિધિ) ભરૂચ, મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજરોજ આરોગ્યશાખા જિલ્લા પંચાયત – ભરૂચ દ્વારા આજરોજ બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવેલ.આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ રેલ્વે સ્ટેશન થી જિલ્લા પંચાયત – ભરૂચ સુધી બેટી બચાવો – બેટી પઢાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડા.જે.એસ.દુલેરા,તાલુકા હેલ્થ ઓફિસર ડા.કેશવકુમારની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

ભરૂચ રેલ્વે સ્ટેશન થી પ્રસ્થાન થયેલી આ રેલીમાં બેટી બચાવો – બેટી પઢાવો અને એક બાળકનું ધ્યેય મહાન, દિકરો દિકરી એક સમાન જેવા મહિલા સશક્તિકરણના સુત્રો પોકારતાં પ્રચાર-પ્રસાર અને જનજાગૃત્તિ કરવામાં આવેલ.રેલી જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં પૂર્ણ થયા બાદ યોજાયેલી જાહેરસભામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીની માહિતી આપવામાં આવેલ હતી.આ રેલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને આશાવર્કરો જોડાયેલ હતા. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.