Western Times News

Gujarati News

કોચિંગ સ્ટાફ : બોર્ડને ૨૦૦૦ કરતા પણ વધારે અરજી મળી

મુંબઇ : ટીમ ઈન્ડિયામાં કોચિગ સ્ટાફ માટે ૨૦૦૦ કરતા પણ વધારે અરજી આવી ચુકી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે જાહેરાત આપવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં દાવેદાર દ્વારા અરજી કરવામાં આવી છે. જા કે હજુ સુધી કોઇ મોટા નામ સપાટી પર આવ્યા નથી.

વિતેલા વર્ષોના ભારતના સુપરસ્ટાર બેટ્‌સમેન અને કોચ રવિ શા†ીને પડકાર ફેંકી શકે તેવા કોઇ નામ સપાટી પર આવી રહ્યા નથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી ટોમ મુડી દ્વારા પણ ટીમ ઈન્ડિયા કોચ બનવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડની આંતરરાષ્ટ્રીય ટીમના કોચ તરીકે રહી ચુકેલા અને હાલમાં ઈન્ડિયાના પ્રિમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબના કોચ તરીકે રહેલા માઇક હેસન દ્વારા પણ ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટરોની વાત કરવામાં આવે તો રોબિન સિંહ અને લાલચંદ રાજપુત પણ કોચ બનવા માટેની ઇચ્છા વ્યક્ત કરીને અરજી કરી ચુક્યા છે.


બોર્ડ દ્વારા મુખ્ય કોચ, ફ્લ્ડિંગ કોચ, બેટિંગ કોચ અને બોલિંગ કોચ માટે અરજી મંગાવવામાં આવી છે. ફિજિયોથેરાપિસ્ટ માટે પણ અરજી કરવામાં આવી છે. કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય સમિતી મુખ્ય કોચની પસંદગી કરનાર છે. ઇન્ટરવ્યુ મુખ્ય કોચ માટે ૧૪ અને ૧૫મી ઓગષ્ટના દિવસે લેવામાં આવી શકે છે.અંશુમાન ગાયકવાડ, શાંતારંગાસ્વામી આ પેનલના અન્ય સભ્યો છે. ટીમ ઈન્ડિયામાં મુખ્ય કોચ માટે ઉત્સુકતા વધી રહી છે. શા†ીની કોચિંગમાં ભારતીય ટીમની સફળતાની ટકાવારી ૭૦ ટકાની આસપાસ છે

જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતવા, એશિયા કપમાં બે ટ્રોફી અને વર્લ્ડકપમાં સેમિફાઇનલ સુધીની સફરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રવિ શાસ્ત્રી કોચિંગ હેઠળ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં ૧-૨થી અને ઇંગ્લેન્ડમાં ૧-૪થી ટેસ્ટ શ્રેણી હારી ચુકી છે. આ ઉપરાંત રવિ શાસ્ત્રી કોચ તરીકે હજુ પણ ટીમ ઈન્ડિયામાં પ્રથમ પસંદ કરી છે.

ઓસ્ટ્રેલિયાના કોચ ટીમ મૂડીનું નામ પણ હતું. મૂડીએ ૨૦૦૭માં ભારતીય ટીમને કોચિંગ આપ્યું હતું. આગામી બે વર્ષ સુધી પોતાની અવધિને વધારામાં ફેરવવામાં રવિ શાસ્ત્રી સફળ રહી શકે છે. ક્રિકેટરમાંથી કોમેન્ટ્રેટર અને ત્યારબાદ કોચ બનેલા રવિશાસ્ત્રી અવધિ આગામી ૨૦૨૦ ટી-૨૦ વર્લ્ડકપ સુધી વધારવામાં આવી શકે છે. હવેથી લઇને ૨૦૨૧ સુધી ભારતને બે ટી-૨૦ ચેમ્પિયનશીપ ભાગ લેવાનો છે જેમાં વેસ્ટઇ ઈન્ડિયા પ્રવાસથી ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત થશે ત્યારબાદ ૨૦૨૦થી આઈસીસીના વનડે ચેમ્પિયનશીપની શરૂઆત પણ થઇ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.