Western Times News

Gujarati News

વીનું ગિગાનેટ ગુજરાતમાં સૌથી વધુ સાતત્યતાપૂર્ણ અને સૌથી વધુ ઝડપી 4જી નેટવર્ક: ઓકલા

ઓકલાના તારણોમાં વીનું ગિગાનેટ સૌથી ઝડપી 4જી ડાઉનલોડ અને અપલોડની સ્પીડ ધરાવતું હોવાની માન્યતા મળી

અમદાવાદ, વીમાંથી ગિગાનેટ લોંચ થયા પછી તરત બ્રોડબેન્ડ ટેસ્ટિંગમાં ગ્લોબલ લીડર અને વેબ-આધારિત નેટવર્ક નિદાન એપ્લિકેશન્સ ઓકલાએ એને ગુજરાતમાં સૌથી વધુ સાતત્યપૂર્ણ અને સૌથી વધુ ઝડપી 4જી નેટવર્ક તરીકે માન્યતા આપી છે. ઓકલા મુજબ, જુલાઈથી સપ્ટેમ્બર, 2020ના સમયગાળા માટે અન્ય તમામ ઓપરેટરની સરખામણીમાં વીએ 4જીની સૌથી વધુ ડાઉનલોડ અને અપલોડની સ્પીડ આપી હતી.

સૌથી વધુ સાતત્યપૂર્ણ અને સૌથી ઝડપી 4જી નેટવર્કનું વેરિફિકેશન રાજ્યો­માં 4જી યુઝર્સ દ્વારા સ્પીડટેસ્ટ સાથે ઓકલાના વિશ્લેષણ પર આધારિત છે.

વીનાં ગિગાનેટને મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, ઝારખંડ, સિક્કિમ, અસમ અને પૂર્વોત્તરના અન્ય રાજ્યો જેવા ટોચના કેટલાંક રાજ્યોમાં સૌથી વધુ ડાઉનલોડ અને અપલોડ સ્પીડ સાથે સૌથી ઝડપી 4જી નેટવર્ક તરીકે માન્યતા મળી છે.

ગિગાનેટ દેશના તમામ 120 મુખ્ય શહેરોમાં સ્પીડ ચાર્ટમાં ઉપર છે, જેમાં અમદાવાદ, લખનૌ, જયપુર, ઇન્દોર, રાજકોટ, આગ્રા, કોચી તેમજ મુંબઈ, દિલ્હી, એનસીઆર અને કોલકાતા જેવા મુખ્ય શહેરો સામેલ છે.

આ સફળતા પર વોડાફોન આઇડિયા લિમિટેડનાં એમડી અને સીઇઓ રવિન્દર ટક્કરે કહ્યું હતું કે, “અમારા નેટવર્કે અમને ડિજિટલ ઇન્ડિયામાં ચેમ્પિયન બનાવવામાં મદદ કરી છે, જે અમને ડિજિટલ ગ્રાહકોની હાયપર-કનેક્ટેડ જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ બનાવ્યાં છે.

વીનું ગિગાનેટ આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક છે, જે સૌથી મોટો સ્પેક્ટ્રમ પોર્ટફોલિયો, વિશાળ ક્ષમતા ધરાવે છે અને એનું નિર્માણ 5જી માળખાના ઘણા સિદ્ધાંતો પર થયું છે, જે વ્યક્તિગત અને એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને ડિજિટલ અનુભવ પ્રદાન કરવા સક્ષમ બનાવે છે.

ઓકલાની આ માન્યતા લેટેસ્ટ ટેકનોલોજી સ્થાપિત કરવામાં અને વિશ્વનું સૌથી મોટું નેટવર્ક કોન્સોલિડેશન કરવામાં અમે કરેલા રોકાણથી ભવિષ્ય માટે સજ્જ નેટવર્ક ઊભું કરવાના અમારા સંકેન્દ્રિત પ્રયાસોને માન્યતા આપે છે.”

VILએ 12,000થી વધારે ઇન્સ્ટોલેશન સાથે ભારતમાં સૌથી મોટા એઆઈ-પાવર્ડ ma-MIMO પૈકીનું એક તૈનાત કર્યું છે અને તમામ મુખ્ય બજારોમાં વિશ્વનું સૌથી મોટું DSR તૈનાત કર્યું છે, જેના એની ક્ષમતા બમણી થઈ છે અને પરિણામે તાજેતરમાં ઊંચા વપરાશ છતાં સ્પીડમાં નોંધપાત્ર વધારો થયો છે.

વોડાફોન આઇડિયાના 4જી પોપ્યુલેશન કવરેજ હવે આશરે 1 અબજ ભારતીયોને આંબી ગયું છે. ગિગાનેટ રેકોર્ડ ટાઇમમાં સૌથી મોટા નેટવર્ક ઇન્ટિગ્રેશનનું પરિણામ છે અને દુનિયામાં પ્રથમ પ્રકારની સ્પેક્ટ્રમ રિફ્રેમિંગ કવાયત છે. ગિગાનેટ ભારતમાં યુનિવર્સલ ક્લાઉડની સૌથી મોટી સ્થાપના છે, જે એને સૌથી વધુ મજબૂત, ભવિષ્ય માટે સજ્જ, અત્યાધુનિક, ગતિશીલ નેટવર્ક બનાવે છે, જે કોવિડ પછીની દુનિયામાં પ્રચૂર ડેટા ટ્રાફિકને સમાવવાની ક્ષમતા ધરાવે છે.

ઓકલાનું લેટેસ્ટ વેરિફિકેશન અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણી વિવિધ તમામ સર્કલમાં ગિગાનેટ માટે સૌથી વધુ ઝડપી 4જી નેટવર્ક વેરિફિકેશનનું સમર્થન ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.