Western Times News

Gujarati News

મોડાસા રૂરલ પોલીસે જીપમાંથી ૩૨ હજારનો દારૂ ,ટાઉન પોલીસે ચોરી કરી ૬ ગાય કતલખાને લઇ બચાવી

પ્રતિનિધિ દ્વારા,     ભિલોડા: અરવલ્લી જિલ્લા એસપી સંજય ખરાતે જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને શખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓમાં રેસ જોવા મળી રહી છે મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્ર નગર ચોકડી નજીક મહિન્દ્રા જીપમાં ગુપ્ત ખાનામાં સંતાડેલ ૩૨ હજારથી વધુના  વિદેશી દારૂ સાથે ખેપિયાને ઝડપી લીધો હતો, મોડાસા ટાઉન પોલીસે માઝુમ નદીના કિનારે ચારો ચરતી ૬ ગાયની ચોરી કરી કતલખાને પહોંચાડે તે પહેલા પશુપાલકોની મદદથી બચાવી લીધી હતી

અરવલ્લી એલસીબી પોલીસે મોડાસા તાલુકા પંચાયત નજીકથી બાઈક ચોરી ચાર વર્ષથી જલસા કરતા બાઈક ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ધનસુરા પોલીસે પંચકુહાડા ગામ નજીક પલ્ટી ખાધેલી વર્ના કારમાંથી બીયરની ૨૨ બોટલ જપ્ત કરી કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા રૂરલ પીઆઈ એસ.એન.પટેલ અને તેમની ટીમે રાજેન્દ્ર નગર ચોકડી પર શામળાજી તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું ત્યારે મહિન્દ્રા જીપમાં દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા નાકાબંધી કરી બાતમી આધારીત મહિન્દ્રા જીપ આવતા અટકાવી તલાસી લેતા ગાડીના પાછળના ભાગે ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૩૦ કીં.રૂ.૩૨૫૦૦/- નો જથ્થો જપ્ત કરી મોબાઇલ, મહિન્દ્રા જીપ મળી કુલ.રૂ.૧૮૩૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાન ખેરવાડાના ગુડા ગામના રાજેશ બદાજી બરંડાને દબોચી લીધો હતો.

મોડાસા શહેરમાં કસાઈઓની હિંમત ખુલી હોય તેમ માઝુમ નદીના કિનારે ઘાસચારો ચરતી ૬ ગાયની તસ્કરી કરતા પશુપાલકો ફફડી ઉઠ્યા હતા પશુપાલકોએ ગાય ચોરી કરનાર કસાઈને શોધી કાઢી મોડાસા ટાઉન પોલીસ પીઆઇ સી પી વાઘેલાને જાણ કરતા તાબડતોડ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે મોહંમદ સીદીક કાલુભાઈ બેલીમ (રહે,નુરાની સોસાયટી,કસ્બા) ઘરમાંથી ૬ ગાયો કીં.રૂ.૪૩ હજાર કતલખાને પહોંચે તે પહેલા બચાવી લીધી હતી પશુપાલકો અને પોલીસ રેડ જોઈ કસાઈ મોહંમદ સીદીક બેલીમ ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી એલસીબી પીઆઇ આર કે પરમાર અને તેમની ટીમને માલપુર રોડ એચડીએફસી નજીકથી ચાર વર્ષ અગાઉ સંજીવની હોસ્પિટલ આગળ થી ચોરી કરેલ સ્પ્લેન્ડર બાઈક સાથે પસાર થતા રાણાસૈયદ વિસ્તારના સુલતાન ઇસ્માઇલ મુલતાની નામના બાઈક ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ધનસુરા-અમદાવાદ રોડ પર પંચકુહાડા નજીક વર્ના કાર(ગાડી.નં-GJ 18 AH 9447)  પલ્ટી જતા કાર ચાલક કાર ઘટનાસ્થળે મૂકી રફુચક્કર થઇ જતા આ અંગે ધનસુરા પોલીસેને જાણ થતા ધનસુરા પીએસઆઈ રાઠોડ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ભોગ બનેલ વર્ના કારમાંથી બિયર બોટલ નંગ-૨૨ કીં.રૂ.૩૫૨૦ /- મળી આવતા પોલીસે વર્ના કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.