Western Times News

Gujarati News

ઈઓએસ-૧નું સફળ લોન્ચિંગ, અન્ય ૯ ઉપગ્રહ પણ મોકલાયા

શ્રીહરિકોટા, ભારતે પીએસએલવી સી-૪૯માં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ઈઓએસ-૦૧ તેમજ નવ વિદેશી ઉપગ્રહોનું આજે સફળ લોન્ચિંગ કર્યું હતું. પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી-સી૪૯/ ઈઓએસ ૦૧)નું સતિષ ધવન સ્પેસ સેન્ટરથી બપોરના ૩.૧૨ કલાકે ઈસરોએ લોન્ચ કર્યું હતું. કોરોના વાયરસ મહામારી વચ્ચે ઈસરોનું આ સૌપ્રથમ સફળ લોન્ચ રહ્યું છે.

૨૬ કલાકના રિવર્સ કાઉન્ટડાઉનના અંતે પીએસએલવી સી-૪૯ને લોન્ચ કરાયું હતું. જો કે નિર્ધારિત સમય કરતા ૧૦ મિનિટનો વિલંબ થયો હતો. ઈસરોના જણાવ્યા મુજબ વ્હીકલના માર્ગમાં કેટલાક રજકણો હોવાથી લોન્ચમાં વિલંબ થયો હતો. ચાલુ વર્ષએ ઈસરોનું આ પ્રથમ મિશન રહ્યું છે.

ઈઓએસ ૦૧ કૃષિ, વનીકરણ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ઉપયોગી ઉપગ્રહ છે. તે રડાર ઇમેજિંગ સેટેલાઈટ છે. સેટેલાઈટના રડાર પણ વાદળોની પાર પણ જોઈ શકશે. તે દિવસ અને રાત અને બધી ઋતુઓમાં ફોટા લેવામાં સમર્થ હશે. ભારત અર્થ ઓર્બિટ સેટેલાઈટનો સૌથી વધુ સંગ્રહ ધરાવે છે.

રિમોટ ઓપરેટેડ આ ઉપગ્રહોથી કૃષી, વનીકરણ, જળ વ્યવસ્થાપન, માટીમાં ભેજ વગેરે બાબતોના ડેટા સરળતાથી ઉલબ્ધ થઈ રહે છે. અગાઉ ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ના ઈસરો દ્વારા પીએસએલવી સી-૪૮/આરઆઈએસએટી-૨બીઆર૧ને મોકલવામાં આવ્યું હતું. પીએસએલવી સી ૪૯ સાથે લિથુઆનાનો એક, લક્ઝમબર્ગના ચાર તેમજ અમેરિકાના ચાર ઉપગ્રહોને પણ મોકલવામાં આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.