Western Times News

Gujarati News

શામપુરના ડુંગર પર ૧૩ ફૂટ મેળાયું પ્રગટાની સાથે અરવલ્લીની ગિરિમાળાઓ દેવ દિવાળી સુધી થશે પ્રકાશીત 

દિવાળીની રાત્રીએ ૧૩ ફૂટ મેળાયું પ્રગટાવશે 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: દિવાળી આવે ત્યારે બાળકો હાથમાં મેરાયું લઇને તેલ પુરવા માટે નિકળે છે, અને કહે છે કે, આજ દિવાળી….. કાલદિવાળી….ગોકુળિયામાં થાય દિવાળી….. પણ આ જે આ શબ્દો કદાચ ઓછા સાંભળવા મળતા હશે,, એવામાં અરવલ્લી જિલ્લામાં એક કે બે ફૂટ નહીં પરંતુ, 13 ફૂટ ઊંચુ સવા મણ ઘી સમાય તેવા તાંબાના કોડિયાવાળું મેરાયું વર્ષોથી અડીખમ છે

સમય બદલાતા, સંસ્કૃતિમાં પરિવર્ત આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ગામડાએ એ સંસ્કતિનો વારસો આજે ટકાવી રાખ્યો છે, જે આપણને પૂર્વજોએ આપ્યો છે શામપુર નજીક કુંઢેરા ડુંગર પર ૧૩ ફૂટ ઉંચુ મેરાયું પ્રગટાવી દિવાળીની અનોખી ઉજવણી કરવમાં આવશે

શામપુર કુંઢેરા મહાદેવના મહંત શ્રી શિવાનંદ મહારાજના જણાવ્યા અનુસાર મહાભારતના સમયથી અહીં મેરાયું પ્રગટાવાની પરંપરા ચાલી આવી છે, જે આજે પણ ગ્રામજનોએ દ્વારા જાળવી રાખવામાં આવી છે. જે પરંપરા હાથમાં મેરાયું લઇને તેલ પુરવાની છે, તે ધીરે ધીરે ભૂલી જવાઇ છે,,પણ ડુંગર પર ચઢાણ કરીને પણ ગ્રામજનો આજે દિવાળીના દિવસે મેરાયું પ્રગટાવા પહોંચી જાય છે.

શામપુરાના ડુંગર પર પ્રગટાવાયેલા મેરાયુંનો પ્રકાશ અરવલ્લીની ગીરીમાળાઓમાં રેલાતા નયનરમ્ય નજારો જોવા મળતો હોવાની સાથે મેરાયાનો પ્રકાશ આસપાસના રામપુર, ગઢડા, ખંભીસર, સરડોઇ, મેઢાસણ, લાલપુર, નવા, દાવલી સહિતના ગામમાં જોવા મળે છે.

દિવાળી આવે એટલે નાના કસ્બા અને નગરોમાં મેરાયા પ્રગટાવી તેલ પુરવાની પ્રથા જોવા મળતી હોય છે, પણ ધીરે ધીરે આ પરંપરા પણ લુપ્ત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે,આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં તેર ફૂટ ઉંચા મેરાયામાં તેલ પુરવાની પ્રથા આજે પણ યથાવત છે. મોડાસા તાલુકાના શામપુર ગામના ડુંગર આવેલા તેર ફૂટ ઉંચા મેરાયામાં ગ્રામજનો દિવાળીના દિવસે તેલ પુરે છે, અને દેવ દિવાળી સુધી તેની પૂજા કરે છે,, ગ્રામજનો માન્યતા રાખતા હોય છે, અને માન્યતા પૂર્ણ થતાં જ દિવાળીના દિવસે આ મેરાયામાં તેલ પુરવા માટે આવે છે, દિવાળી નજીક આવતા ગ્રામજનો દ્વારા મેરાયાની સાફ સફાઈ તેમજ જાળવણી કરવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.