Western Times News

Gujarati News

હવે પંજાબમાં પણ સીબીઆઈને સરકારની મંજૂરી વગર નહિ મળે એન્ટ્રી

ચંડીગઢ, પંજાબ સરકારે સીબીઆઈને લઈને સોમવારે મોટો નિર્ણય લીધો છે જે મુજબ હવે સીબીઆઈએ પંજાબમાં કોઈ પણ નવા કેસમાં તપાસ કરતા પહેલા રાજ્ય સરકારની મંજુરી લેવી પડશે.

રાજ્યની અમરીંદર સરકારે સોમવારે એક આદેશ સાથે સીબીઆઈને રાજ્યમાં ન્યાય ક્ષેત્ર અને શક્તિઓના ઉપયોગ માટે આપેલ સહમતીને પાછી લીધી છે. જોકે જનરલ કન્સેન્ટ પાછી લીધા પહેલાના તમામ કેસોની તપાસ સીબીઆઈ કરી શકશે.

મહત્વપુર્ણ છે કે સીબીઆઈના કાર્યપ્રણાલી અને કાર્યક્ષેત્રને લઈને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળ, કેરળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, સિક્કિમ, ત્રિપુરા અને રાજસ્થાનમાં પણ સીબીઆઈએ કેસની તપાસ માટે રાજ્ય સરકારોની અનુમતી લેવી જરુરી છે. આ રાજ્યોમાં સીબીઆઈની એન્ટ્રી રોકવામાં આવી છે.

તાજેતરમાં જ ઝારખંડ અને મહારાષ્ટ્રની સરકારોએ પણ સીબીઆઇની પાસેથી પરવાનગી વગર તપાસ કરવાનો અધિકારી પાછો ખેંચી લીધો હતો. મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરના રોજ તેની જાહેરાત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.