Western Times News

Gujarati News

છઠ પૂજા નિમિતે 13 નવેમ્બરના રોજ ચાલશે પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન

Files photo

Ahmedabad,  આગામી તહેવારો (દિવાળી અને છથ પૂજા) ને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા 13 નવેમ્બર 2020 ના રોજ પોરબંદર-મુઝફ્ફરપુર વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું નક્કી કરાયું છે. ટ્રેન નંબર 09269/09270 પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ભાડા સાથે 13 નવેમ્બર 2020 ના રોજ પોરબંદર સ્ટેશનથી ફકત એક જ ટ્રીપ સાથે ચાલશે.

ટ્રેન નંબર 09269/09270 પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર હોલીડે સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09269 પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન 13 નવેમ્બર 2020 (શુક્રવાર) ના રોજ 16.30 વાગ્યે પોરબંદરથી ઉપડશે અને ત્રીજા દિવસે 18.10 વાગ્યે મુઝફ્ફરપુર પહોંચશે. એ જ રીતે, વાપસી માટે ટ્રેન નંબર 09270 મુઝફ્ફરપુર-પોરબંદર સ્પેશિયલ ટ્રેન મુઝફ્ફરપુરથી 16 નવેમ્બર, 2020 (સોમવાર) ના રોજ 15.15 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 15.10 કલાકે પોરબંદર પહોંચશે.

આ ટ્રેન ટ્રીપ દરમિયાન બંને દિશામાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ, પાલનપુર, આબુરોડ, મારવાડ જં., બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઇ, અલવર, રેવારી જં., ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાઈ રોહિલા, દિલ્હી જ., મુરાદાબાદ, બરેલી, શાહજહાંપુર, લખનઉ, ગોંડા જં., ગોરખપુર, સિસ્વા બજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સગૌલી, બાપુધામ મોતીહારી, ચકિયા અને મહેસી સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચનો સમાવેશ કરવામાં આવશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત રૂપથી દોડશે. આ ટ્રેનનું બુકિંગ 12 નવેમ્બર, 2020 (ગુરુવાર) થી શરૂ થશે. યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરીને ભારત સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરે અને 1.30 કલાક પહેલા સ્ટેશન પર પહોંચે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.