Western Times News

Gujarati News

બિહાર ચુંટણી માત્ર ૧૨ મતે જદયુ ઉમેદવારે રાજદને હરાવ્યા

પટણા, બિહારમાં સખ્ત મુકાબલા બાદ આખરે નીતીશની નૈયા પાર થઇ ગઇ છે. ૧૨૫ બેઠકો સાથે બિહારમાં ફરી એકવાર એનડીએની સરકાર બનશે બિહારે એકવાર ફરીથી નીતીશકુમારના નેતૃત્વવાળા એનડીએને જનાદેશ આપ્યો છે જાે કે મુકાબલો ખુબ ટકકરનો જાેવા મળ્યો હતો. બિહાર ચુંટણીમાં અનેક એવી બેઠકો રહી જયાં મુકાબલો ફકત રસપ્રદ હતો એટલું જ નહીં સખ્ત નજીકનો રહ્યો હતો જનતાદળ યુનાઇટેડે હિલસા વિધાનસભા બેઠકથી માત્ર ૧૨ મતોથી જીત હાંસલ કરી છે. આ બેઠક પર રાજદને માત્ર ૧૨ મતોથી પરાજયનો સામનો કરવો પડયો જદયુના કૃષ્ણમુરારી શરણને ૬૧,૮૪૮ મત મળ્યા જયારે રાજદના ઉમેદવાર આત્રી મુનિને ૬૧,૮૩૬ મત મળ્યા આમ બંન્ને વચ્ચે હાર જીતનું અંતર ફકત ૧૨ મતોનું રહ્યું હતું.

દરમિયાન બરબીધા બેઠક પર જદયુના સુદર્શન કુમારે કોંગ્રેસના ગજાન શાહીને માત્ર ૧૧૩ મતોથી પરાજય આપ્યો.જયારે ભોરે બેઠકમાં ઉમેદવારોની વચ્ચે જીત હારનું અંતર માત્ર ૪૬૨ મતોનું રહ્યું હતું. જયારે ડેહરીમાં રાજદના ફતેબહાદુરે ભાજપના સત્ય નારાયણસિંહને ૪૬૪ મતોથી પરાજય આપ્યો ચુંટણી પરિણામમાં એક હજારથી ઓછા અંતરથી જીતનાર બેઠકોમાં બખરીમાં ૭૧૭,રામગઢમાં ૧૮૯,ચકાઇ ૫૮૧ મહિટાનીમાં ૩૩૩ અને કુઢનીમાં ૭૧૨ મતોના અંતરથી જીતનાર ઉમેદવારોએ પોતાના નજીકના હરીફોને ચુંટણીના મેદાનમાં પરાસ્ત કર્યા છે. બછવાડામાં ૬૯૯ અને પરબત્તા ચુંટણી વિસ્તારમાં ૯૫૧ મતોના અંતરના કારણે જીત બારના અંતિમ નિર્ણયમાં વિલંબ થયો.

એ યાદ રહે કે ૨૪૩ બેઠકોમાંથી એનડીએને ૧૨૫ બેઠક મળી છે. જયારે વિરોધી મહાગઠબંધનને ૧૧૦ બેઠકો મળી છે.એનડીએમાં સામેલ ભાજપને ૭૪,જદયુને ૪૩,વિકાશીલ ઇસાન પાર્ટીને ચાર,હિન્દુસ્તાની અવામ પાર્ટીને ચાર બેઠકો મળી છે જયારે વિપક્ષી મબાગઠબંધનમાં સામેલ રાજદને ૭૫,કોંગ્રેસને ૧૯ ભાકપા માલેને ૧૨ બેઠકો,ભાકપા અને માકપાને બે બે બેઠકો મળી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.