Western Times News

Gujarati News

બિહાર બાદ પશ્ચિમ બંગાળની ચુંટણીઓ લડવાની ઓવૈસીએ જાહેરાત કરી

નવીદિલ્હી, બિહાર વિધાનસભા ચુંટણીમાં પાંચ બેઠકો જીતી બધાને ચોંકાવી દેનાર ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મોટી જાહેરાત કરી છે બિહારની સફળતા બાદ તેણણે પશ્ચિમ બંગાળમાં પણ ચુંટણી લડવાનું જાહેર કર્યું છે ઓવૈસીએ એક ખાનગી ટીવીને આપેલ મુલાકાતમાં કહ્યું કે તે પોતાની પાર્ટીનો વિસ્તાર ઉત્તરપ્રદેશ અને બંગાળમાં પણ કરવાની યોજના બનાવી રહ્યાં છે. આવામાં એકવાર ફરી ઓવૈસી એનડીએ વિરોધી પાર્ટીઓ માટે મુસીબત બની શકે છે કારણે કે ઓવૈસીનું આમ કરવાથી સેકયુલર અને મુસ્લિમ મત વિભાજીત થશે.

ઓવૈસીએ અનેક રાજયોમાં પોતાની હાજરી દાખલ કરાવી એઆઇએમઆઇએમના રાષ્ટ્રીય પાર્ટીનો દરજજાે હાંસલ કરાવવાનો સંકેત આપતા કહ્યું કે હું પશ્ચિમ બંગાળ યુપીની સાથે જ ભારતની દરેક ચુંટણી લડીશ.મને ફકત મોત જ રોકી શકે છે કરાણ કે મારે ચુંટણી લડતા પહેલા કોઇને પુછવાનું હોતુ નથી. હું બેજુબાનો માટે લડુ છું મને પુરો અધિકાર છે પોતાની પાર્ટીનો વિસ્તાર કરવાનો.તેમના આ નિર્ણયથી ટીએમસીને મોટો આંચકો લાગી શકે છે કારણ કે ટીએમસીની મોટી મત બેંક મુસ્લિમ છે અને ઓવૈસીના આવવાથી તે વિભાજીત થઇ શકે છે.

તાજેતરમાં કોંગ્રેસના સાંસદ અધીર રંજે એવૈસી પર નિશાન સાધ્યું હતું અને તેમને મત વિભાજીત કરનારા બતાવ્યા હતાં તેના પર ઓવૈસીએ કહ્યું કે અમે બંગાળમાં આવી રહ્યાં છીએ અને કોઇ પણ કીમત પર ત્યાં જઇશે અમે મુર્શિદાબાદ માલ્દા દિનાજપુરના વિસ્તારોમાં જઇશું શું અધીર રંજને ત્યાં મુસ્લિમોનો ઠેકો લીધો છે. એ યાદ રહે કે બંગાળમાં લગભગ ૩૨ ટકા વસ્તી મુસલમાનોની છે રાજયની કુલ ૨૯૪ વિધાનસભામાંથી ૯૮ વિધાનસભા ક્ષેત્રોમાં ૩૦ ટકાથી વધુ મુસ્લિમ વસ્તી છે. મુર્શિદાબાદ જીલ્લામાં લગભગ ૬૬.૩ ટકા મુસ્લિમ રહે છએ આ વિસ્તારમાં ૨૨ વિધાનસભા બેઠકો આવે છે. એઆઇએમઆઇએમે બિહારમાં સીમાંચલમા ંતેજસ્વીની પાર્ટી રાજદનો ખેલ બગાડતા પાંચ બેઠકો પર જીત હાંસલ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.