Western Times News

Gujarati News

કાશ્મીર : કલમ ૩૭૦ દુર થયા બાદ અસંખ્ય ફાયદા

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યા બાદ હવે આના અનેક ફાયદા થનાર છે. કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં તમામ બાબતો બદલાઈ જશે. ખાસ કરીને એક નવી શરૂઆત જમ્મુ કાશ્મીરમાં થનાર છે. રાજ્યને હવે ખાસ દરજ્જા રહેશે નહીં. દેશના અન્ય રાજ્યોની જેમ જ ત્યાં કાયદા લાગૂ પડશે.

દેશમાં કોઇપણ જગ્યાએ રહેનાર વ્યક્તિ હવે જમ્મુ કાશ્મીરમાં સંપત્તિની ખરીદી કરી શકશે. પહેલા આ જાગવાઈ કરવામાં આવી ન હતી. બીજી બાજુ જમ્મુ કાશ્મીરના અગાઉ પોતાનો ધ્વજ હતો પરંતુ હવે અલગ ધ્વજ રહેશે નહીં. હવે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. હજુ સુધી સરકારી ઓફિસોમાં ભારતના ધ્વજની સાથે સાથે જમ્મુ કાશ્મીરનો ધ્વજ રહેતો હતો.

બાકી દેશની જેમ જ જમ્મુ કાશ્મીરમાં તમામ કાયદા લાગૂ થશે. કલમ ૩૭૦ના કારણે દેશની સંસદને જમ્મુ કાશ્મીર માટે સંરક્ષણ, વિદેશ સિવાય અન્ય નિર્ણયમાં તકલીફ પડતી હતી. કલમ ૩૫૬ પણ લાગૂ થઇ શકતી ન હતી જેથી રાષ્ટ્રપતિની પાસે રાજ્ય સરકારને દરખાસ્ત કરવાનો અધિકાર પણ ન હતો. જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન નહીં બલ્કે રાજ્યપાલ શાસન રહેતું હતું.

જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે. બેવડી નાગરિકતા પણ ખતમ થઇ ગઈ છે. કલમ ૩૭૦ના કારણે જમ્મુ કાશ્મીરમાં મતદાનનો અધિકાર ત્યાંના સ્થાનિક નાગરિકોને હતો બીજા રાજ્યના લોકો માત આપી શકતા ન હતી. ઉમેદવાર પણ બની શકતા ન હતા. આ નિર્ણય બાદ ભારતના કોઇપણ નાગરિક ત્યાંના વોટર બની શકે છે. ઉમેદવાર બની શકે છે.

હજુ સુધી જમ્મુ કાશ્મીરમાં ૮૭ સીટો હતી પરંતુ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાથી વિભાજનની સ્થિતિ રહેશે. કાશ્મીર વિધાનસભાવાળી કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે અને વિધાનસભાની અવધિ છ વર્ષની જગ્યા પાંચ વર્ષની રહેશે. આરટીઆઈ કાનૂન પણ કાશ્મીરમાં ચાલશે. કલમને દુર કરવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી.

સાથે સાથે રાજ્યમાં કેટલાક લોકો આનો વિરોધ પણ કરી રહ્યા હતા. વિતેલા વર્ષોમાં રાજકીય પક્ષોએ પોતાના હિતોને ધ્યાનમાં લઇને ક્યારેય આને લઇને મોટા નિર્ણય કરવાની હિમ્મત કરી ન હતી. આજે મોદી સરકારે તેમની બીજી અવધિના ટુંકાં ગાળામાં જ આ નિર્ણય કર્યો છે. નરેન્દ્ર મોદી સરકારે બીજી અવધિમાં જે તરફ પગલા લીધા છે તેના કારણે રાજ્યને સીધા લાભ થનાર છે.

દુરગામી પરિણામ આવનાર છે. ટુંક સમયમાં જ તેના લાભ દેખાવવાની શરૂઆત થઇ જશે. ભારતીય બંધારણમાં કલમ ૩૭૦ને લઇને હમેંશા ચર્ચા રહી છે. કલમ ૩૭૦ એક અસ્થાયી પ્રબંધ મારફતે જમ્મુ કાશ્મીરને એક ખાસ સ્વાયત્તતા આપે છે.

ભારતીય બંધારણના ભાગ ૨૧ હેઠળ જમ્મુ કાશ્મીરને આના કારણે અસ્થાયી, પરિવર્તી અને ખાસ વ્યવસ્થા વાળા રાજ્ય તરીકે દરજ્જા આપે છે. ભારતના તમામ રાજ્યોમાં લાગુ થતા કાયદા પણ હાલમાં અહીં લાગુ થતા ન હતા.

દાખલા તરીકે વર્ષ ૧૯૬૫ સુધી જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલની જગ્યાએ સદર એ રિયાસત અને મુખ્યપ્રધાનની જગ્યાએ વડાપ્રધાન તરીકે રહેતા હતા. બંધારણની કલમ ૩૭૦ની જાગવાઇ મુજબ સંસદને જમ્મુ કાશ્મીરના સંબંધમાં સંરક્ષણ, વિદેશ મામલે અને સંચારના વિષયમાં કાનુન બનાવવાના અધિકાર છે.

પરંતુ કોઇ અન્ય વિષય પર સંબંધિત કાનુન બનાવવા માટે કેન્દ્રને રાજ્ય સરકાર પાસેથી મંજુરી લેવાની જરૂર હોય છે. રાજ્યના તમામ નાગરિકો એક અલવગ કાયદાની અંદર રહે છે.

જેમાં નાગરિકા, સંપત્તિ ખરીદવાના અધિકાર અને મુળભુત અધિકારો સામેલ છે. આ તમામના કારણે બીજા રાજ્યોના લોકો ત્યાં સંપત્તિ ખરીદી લેવાની સ્થિતિ ન હતા. હવે તમામને રાહત થઇ ગઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.