Western Times News

Gujarati News

નામાંકિત ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાં દારૂની હેરાફેરી ઝડપાઇ

રાજકોટ: ન્યુયરને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે દર વર્ષે ન્યુયર અંતર્ગત ૩૧ ડિસેમ્બર પહેલા ગુજરાત પોલીસ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડતી હોય છે બીજી તરફ ૩૧ ડિસેમ્બર નજીક આવતા બુટલેગરો પણ વર્ષના અંતમાં મોટી કમાણી કરવા આતુર બનતા હોય છે તો બીજી તરફ પોલીસ પણ બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવવા સક્રિય રહે છે ત્યારે રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

સ્પેશિયલ ગ્રુપના પોલીસ ઇસ્પેકટર રોહિત રાવસે જણાવ્યું હતું કે અમારી ટીમના પીએસઆઇ અતુલ સોનાને બાતમી મળી હતી કે નામાંકિત સેફ એકસપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાં વિદેશી દારૂના પાર્સલની હેરાફેરી થઇ રહી છે ત્યારે ચોકકસ બાતમી મળ્યા બાદ અમારી ટીમે કુવાડવા રોડ પર આવેલા આઇઓસીના પ્લાન્ટની સામે વોચમાં હતી તે સમયે ટ્રાન્સપોર્ટ કંપનીના અશોક લેલન ટ્રેકમાં બ્લેન્ડર પ્રાઇમ વિસ્કી બોટલ નં ૨૪,મેકડોવેલ વીસકી બોટલ નં ૭૨,રોયલ ચેલેન્જ વીસકી બોટલ નં. ૧૪૪ મળી આવી હતી.

પોલીસે ૧૫ લાખની સહિત કુલ ૧૬,૩૧,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે તો સાથે જ ચાર જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે પોલીસે પ્રવીણ ભાવસાર,શૈલેન્દ્ર સિંહ રાણા,અજીત યાદવ તેમજ રામારામ જાટની ધરપકડ કરી તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે. કોર્ટમાં તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે રિમાન્ડ પર આરોપીઓની પુછપરછ કરવામાં આવશે.

જેમાં તમામ આરોપીઓ કેટલાસ સમયથી ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા છે કેટલા સમયથી તેઓ રાજકોટમાં આ પ્રકારે વિદેશ દારૂનો જથ્થો મંગાવતા હતાં રાજકોટમાં તેઓ કોને કોને દારૂના જથ્થાનું વેચાણ કરતા હતાં કુરિયર કંપનીના અન્ય કોઇ કર્મચારી તેમની સાથે સંકળાયેલા છે કે તેમ તે સહિતના પ્રશ્નોના જવાબ મેળવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.