Western Times News

Gujarati News

ભારતનાં પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી ઓરિકે અમદાવાદમાં ઉદ્યોગસાહસિકો માટે રોડ શોનું આયોજન કર્યું

અમદાવાદ, ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ લિમિટેડે ભારતનાં પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી – ઓરિક (ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી)માં વિવિધ તકો, ફાયદા અને લાભ પર ઉદ્યોગો, બહુરાષ્ટ્રીય કંપનીઓ, ઉદ્યોગસાહસિકો, કોર્પોરેટ અને ગુજરાતનાં સ્થાનિક ઉદ્યોગોને જાણકારી આપવા એક રોડશોનું આયોજન કર્યું હતું.

આ રોડશોમાં એકત્ર થયેલા લોકોને કૈલાશ જાધવ (મેનેજિંગ ડાયરેક્ટર – ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી), શ્રી ગજાનન પાટિલ (જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર, ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી), સંતોષ દેશમુખ (જનરલ મેનેજર, એમઆઇડીસી) અને શ્રી પિયૂષ તમ્બોલી (વાઇસ ચેરમેન, સીઆઇઆઈ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ અને ચેરમેન અને એણડી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ્સ એન્ડ પ્રીસિશન લિમિટેડ)એ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઔરંગાબાદમાં સ્થાપિત વ્યવસાયો વિશે શ્રી મુકુંદ કુલકર્ણી (વાઇસ ચેરમેન – સીઆઇઆઈ મરાઠવાડા ઝોનલ કાઉન્સિલ ડાયરેક્ટર, એક્ષ્પર્ટ ગ્લોબલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ) અને શ્રી પ્રસાદ કોકિલ (ડાયરેક્ટર, સંજય ગ્રૂપ)એ એમનાં અનુભવો જણાવ્યાં હતાં.

ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી (ઓરિક) સુઆયોજિત અને એક પ્રકારનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી છે, જેને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઇસી)નાં ભાગરૂપે મહારાષ્ટ્રમાં 10,000 એકર ક્ષેત્રફળમાં વિકસાવવામાં આવ્યું છે તેમજ ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ લિમિટેડ (એઆઇટીએલ) દ્વારા પ્રમોટ કરવામાં આવ્યું છે, જે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ છે તેમજ ડીએમઆઇસીડીસી (ભારત સરકારની એજન્સી) અને એમઆઇડીસી (મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા ઔદ્યોગિક વિકાસ સંસ્થા) વચ્ચે ભાગીદારીમાં રચાયેલી છે.

દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઇસી) ભારતનો સૌથી મહત્ત્વાકાંક્ષી અને દુનિયાનાં સૌથી મોટાં માળખાગત કાર્યક્રમોમાંનો એક છે. એનો લક્ષ્યાંક સ્માર્ટ સિટીઝ તરીકે નવા ઔદ્યોગિક શહેરો વિકસાવવાનો અને તમામ માળખાગત ક્ષેત્રોમાં અત્યાધુનિક ટેકનોલોજીઓનો સમન્વય કરવાનો છે. પ્રથમ તબક્કામાં આઠ નવા શહેરોનું નિર્માણ થયું છે. 100 અબજ ડોલરનાં અંદાજિત રોકાણ સાથે હાઇ-ટેક ઔદ્યોગિક ઝોનની યોજના બનાવવામાં આવી છે, જે છ રાજ્યોમાં ફેલાયેલી છે.

ઓરિકનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કૈલાશ જાધવે કહ્યું હતું કે, ઓરિક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી રૂ. 60,000થી રૂ. 70,000 કરોડ (રૂ. 600થી રૂ. 700 અબજ)નું રોકાણ આકર્ષશે એવી અપેક્ષા છે, જે લાખો લોકો માટે રોજગારીનું સર્જન કરશે. અહીંથી 11.6 અબજ ડોલરનાં ઉત્પાદનોની નિકાસ થશે અને 46.2 અબજ ડોલરનાં ઔદ્યોગિક ઉત્પાદનોની નિકાસ થશે. ઓરિકે કેલેન્ડર વર્ષ 2018માં રોકાણકારો પાસેથી રૂ. 3,600 કરોડ (રૂ. 36 અબજ)નું રેકોર્ડ રોકાણ મેળવ્યું છે. ઓરિકે  507,164 ચોરસ ફૂટ મીટરનાં 52 પ્લોટની ફાળવણી કરી છે. ભારત સરકારે ઓરિકને ઉચ્ચ મૂલ્ય ધરાવતું, પર્યાવરણને અનુકૂળ માળખાગત સુવિધા ઓફર કરવામાં મદદ કરવા રૂ. 7,947 કરોડ (રૂ. 79.47 અબજ)નું માળખાગત પેકેજીસ મંજૂર કર્યા છે, જે લાંબા ગાળાનાં અર્થતંત્ર, ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન અને ઇનોવેશન અને કાર્યદક્ષતાની સાથે નોલેજ આધારિત ઇકોસિસ્ટમને સપોર્ટ કરશે.

ઓરિકનાં જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ગજાનન પાટિલે એકત્ર થયેલા લોકોને જાણકારી આપી હતી કે, માર્ગો, સીઇટીપી/એસટીપી, ફાયર, વોટર લાઇન વગેરે સહિત માળખાગત સુવિધા ઊભી થઈ ગઈ છે. ઓરિક હોલ (જે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર તરીકે કામ કરશે) સાથે પ્રોજેક્ટ સપ્ટેમ્બર મહિનામાં દેશને ઔપચારિક રીતે અર્પણ થશે. છ કંપનીઓ (પર્કિન્સ, હીઓસંગ, કોટોલ, એરો ટૂલ્સ, કિર્તીથર્મોપેક અને વારદ એલોય કાસ્ટિંગ) ઉત્પાદનમાં સંકળાયેલી છે અને હીઓસંગ 8 મહિનાનાં રેકોર્ડ સમયમાં ઉત્પાદનમાંથી પસાર થઈ છે.

ઓરિકનાં પ્રસિદ્ધ રોકાણકારોમાં સાઉથ કોરિયાનું અગ્રણી ઔદ્યોગિક ગૃહ, દુનિયાનું સૌથી મોટું સ્પેન્ડેક્સ ઉત્પાદક જૂથ હીઓસંગ કોર્પોરેશન અને કેટરપિલર ગ્રૂપ કંપની પર્કિન્સ સામેલ છે. અમેરિકા, યુરોપ, રશિયા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાની કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ઓરિકમાં રોકાણ કરવા વિચારણા કરી રહી છે. ઉદાહરણ તરીકે, ભારતનું સૌથી મોટું ઓટોમોટિવ કમ્પોનેન્ટ ઉત્પાદક કંપની એન્ડ્યુરન્સ અને જાપાનની અગ્રણી પ્રીકાસ્ટ કોન્ક્રીટ ઉત્પાદક કંપની ફુજી સિલ્વરટેક. ઓરિકની આસપાસ કેટલીક કંપનીઓ કાર્યરત છે, જેમાં સ્કોડા, સિમેન્સ, બજાજ, જોહન્સન એન્ડ જોહન્સન, ક્રોમ્પ્ટન એન્ડ ગ્રીવ્સ, પર્કિન્સ, લાઇભેર, લ્યુપિન, એન્ડ્રેસ + હાઉસર અને વોકહાર્ડ્ટ સામેલ છે.

ઓરિકનો ઉદ્દેશ ઉચ્ચ-મૂલ્ય ધરાવતાં, પર્યાવરણને અનુકૂળ માળખાગત સુવિધાઓથી લઈને લાંબા ગાળાનાં આર્થિક મહત્ત્વને સપોર્ટ કરવાનો, ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાનો તેમજ નવીન ઇનોવેશન અને કાર્યદક્ષતા સાથે નોલેજ-આધારિત ઇકોસિસ્ટમ પૂરી પાડવાનો છે. આ ઔદ્યોગિક વર્કફોર્સ અને તેમનાં પરિવારો સહિત 300,000 લોકો માટે હાઉસિંગની સાથે 150,000થી વધારે રોજગારીનું સર્જન કરવાની સ્થિતિમાં છે, ત્યારે જીવન, કાર્ય અને રમતની વિભાવના ખરાં અર્થમાં સ્વીકારે છે.

ભારતમાં મુખ્ય શહેરોને નવા શહેરો સાથે જોડતાં રેલ અને હાઇવે નેટવર્ક ઉપરાંત ઓરિક ઔરંગાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફક્ત 15 મિનિટ દૂર છે તથા મુંબઈ, દિલ્હી અને ભારતમાં અન્ય મેટ્રો શહેરો સાથે જોડતી ફ્લાઇટનું સીધું જોડાણ પ્રદાન કરશે. જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ્સનું ડ્રાઈ પોર્ટ અને જલ્નામાં કન્ટેઇનર ટર્મિનલ ફક્ત 40 કિલોમીટરનાં અંતરે છે. આ ઓરિકમાં ઉદ્યોગોને ભારતનાં સૌથી મોટાં સી પોર્ટ – જેએનપીટીની સરળ સુલભતા પ્રદાન કરશે.

ઓરિક ભારતનું પ્રથમ વોક-ટૂ-વર્ક સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી છે. વોક ટૂ વર્કની વિભાવના હાઉસિંગ વિકલ્પો, વર્કપ્લેસ અને શોપિંગ સેન્ટર્સને પ્રેરિત કરે છે, જેને એકબીજાની આસપાસ વિકસાવવામાં આવશે અને એનો અમલ થશે. આ વિભાવનામાં વોકેબલ સ્ટ્રીટ અને બ્લોક્સ અને પહોંચી શકાય એવી સ્પેસ પણ સામેલ છે. આ નવી સંપૂર્ણ ઔદ્યોગિક વસાહતમાં ઓફિસ સ્પેસ, રહેઠાણ, હોટેલ્સ, રિટેલની મોટી અને નાની ફોર્મેટ, હોસ્પિટલો, શાળાઓ, પાર્ક્સ, મનોરંજન કેન્દ્રો વગેરે સામેલ હશે.

કુલ જમીનનાં 60 ટકા હિસ્સાનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે થશે, ત્યારે 40 ટકા હિસ્સાનો ઉપયોગ રહેઠાણ, વ્યાવસાયિક સંસ્થાઓ, ખુલ્લી જગ્યાઓ અને સામાજિક-સાંસ્કૃતિક સુવિધાઓ માટે થશે. એટલે આર્થિક વૃદ્ધિને વેગ મળશે અને જીવવા, કામ કરવા અને રમવા જીવંત સમુદાયનું નિર્માણને વેગ મળશે. આ વિઝનનો અમલ કરવા અત્યાધુનિક સ્માર્ટ ટેકનોલોજીનો અમલ થશે, માળખાગત સુવિધા સ્વચ્છતા, પુનઃવપરાશ અને રિસાઇકલિંગ પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમજ લક્ષિત વિસ્તારોમાં ઔદ્યોગિક સફળતા પર આધારિત વિસ્તારમાં ઔદ્યોગિક વૃદ્ધિને પ્રેરિત કરશે.

ભવિષ્ય માટે સજ્જ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી ઇ-એલએમએસ (લેન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ) જેવી સ્માર્ટ ગવર્નન્સ ખાસિયતો દર્શાવશે, જે ખાસ ઓરિક માટે વિકસાવવામાં આવેલી છે. દેશમાં આ પ્રથમ પ્રકારની સિસ્ટમ છે, જેમાં જમીનની ફાળવણી 100 ટકા ડિજિટલ અને પેપરલેસ વ્યવહારો સુનિશ્ચિત કરવાનાં વિઝન સાથે સરળ અને અસરકારક બનાવવામાં આવી છે. ઓરિક હાઈ ગ્રેડ અને વાજબી ખર્ચ ધરાવતાં પાવર સોર્સ પ્રદાન કરશે, જેમાં કાર્બનનું ઉત્સર્જન ઘટશે અને એની ડિઝાઇન કોમ્પેક્ટ હશે.

સ્કેડા સિસ્ટમ સાથે જીઆઇએસ સબસ્ટેશનમાંથી કાર્યરત થતી આ સોર્સથી રહેવાસીઓને 24×7 વિશ્વસનિય પાવર સુનિશ્ચિત કરે છે, જેમાં દરેક પ્લોટ માટે અંડરગ્રાઉન્ડ કેબલ છે અને આઇસીટી અનેબલ્ડ સ્માર્ટ + કનેક્ટેડે સિટી ઘટકો છે, જેમાં ફાઇબર ઓપ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પબ્લિક વાઇ-ફાઈ, ઓરિક ઇ-ગવર્નન્સ અને ઇઆરપી (એઇઇ), સર્વેલન્સ સિસ્ટમ, યુટિલિટીઝ માટે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી), મલ્ટિ-સર્વિસીસ ડિજિટલ કિઓસ્ક, પર્યાવરણ સાથે સંબંધિત સેન્સર્સ, ઇ-એજ્યુકેશન અને ઇ-હેલ્થકેર, સ્માર્ટ પોલ્સ, ક્લાઉડ હોસ્ટિંગ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.