Western Times News

Gujarati News

જેએમ ફાઈનાન્શિયલ પ્રોડક્ટસ લિ.નાે NCD iSSUE ઈસ્યૂ ૬ ઑગસ્ટ, ૨૦૧૯ના ખૂલશે

મુંબઈ,  લૅન્ડિંગ, સિન્ડિકેશન, સિક્યુરિટીઝ બહાર પાડવા અને વિતરણ કરવા માટે લૅન્ડિંગમાં ભાગીદારી દ્વારા સમન્વિત નાણાકીય ઉકેલ પૂરા પાડતી જે એમ ફાઈનાન્ડિયલ ગ્રુપની અગ્રણી એનબીએફસી ઘટક જે એમ ફાઈનાન્શિયલ પ્રોડક્ટસ લિમિટેડ (‘‘કંપની’’) રૂ. ૧૦૦૦ની ફેસવેલ્યુના કુલ રૂ. ૫૦૦ કરોડ સુધીના રૂ. ૪૦૦ કરોડ સુધી ઓવર સબસ્ક્રિપ્શનના વિકલ્પ સાથે ૧૦૦ કરોડનો મૂળ ઈસ્યૂ સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ, રિડિમેબલ, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર (‘‘સુરક્ષિત એનસીડી’’)ની શૃંખલા ૨નો સાર્વજનિક ઈસ્યૂ મંગળવાર, ૬ ઑગસ્ટ, ૨૦૧૯ના ખૂલી રહ્યો છે, જે રૂ. ૨૦૦૦ કરોડની સેલ્ફ સીમા ધરાવે છે.

કંપનીના બૉર્ડ ઑફ ડાયરેક્ટર (‘‘બોર્ડ’’) કે ડાયરેક્ટર બોર્ડ દ્વારા રચાયેલ એનસીડી સાર્વજનિક ઈસ્યૂ કમિટીના નિર્ણયાનુસર પહેલાં બંધ કરવા કે વધારવાના વિકલ્પ સાથે ઈસ્તૂ બુધવાર ૪ સપ્ટેમ્બર, ૨૦૧૯ના બંધ થશે.

જે એમ. ફાઈનાન્શિયલ પ્રોડક્ટ્સ લિ.ના મૅનેજિંગ ડાયરેક્ટર (જે એમ ફાઈનાન્શિયલ ગ્રુપના પણ એમડી) શ્રી વિશાલ કંપાણીએ કહ્યું, ‘‘કંપનીએ સતત નફાકારક વૃદ્ધિનો ટ્રેક રેકર્ડ દર્શાવ્યો છે. તેની વૈવિધ્યીકૃત પ્રોડક્ટ પોર્ટફોલિયો અને નક્કર ક્રેડિટ પ્રોફાઈલમાં મુખ્ય મજબૂતી છે. નાણાકીય વર્ષ ૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ એનપીએ લોન બુકના ૦.૧% હતી. કંપનીને જોખમ – રિસ્ક પ્રોફિટેબિલિટી પર તેનું ફોકસ જાળવી રાખશે. એનસીડીનો અમારો સાર્વજનિક ઈસ્યૂ અમાર ઋણ અને રોકાણકાર મિશ્રણને વધુ વૈવિધ્યીકૃત બનાવશે.’’

સામૂહિક અરજીની ન્યૂનતમ રકમ એનસીડીની દરેક શૃંખલામાં રૂ. ૧૦,૦૦૦ છે તથા તે દરેક રૂ. ૧૦૦૦ની ફેસ વેલ્યુના એક એનસીડીના ગુણાંકમાં હશે. ફાળવણી પ્રથમ આવો, પ્રથમ મેળવો ધોરણે થશે (ઓવર સબસ્ક્રિપ્શનની તારીખ, જો કોઈ હોય તો, તેની છોડીને) જ્યારે બધા રોકાણકાર ઉક્ત તારીખે અરજી કરશે તો તેમને સમાન ધોરણે ફાળવણી કરાશે. રોકાણકારોએ ફક્ત ડીમટીરિયલાઇઝ્ડ સ્વરૂપમાં અરજી કરવાની રહેશે.

ઇસ્યૂનું બંધારણ:
શૃંખલા ૧માં, ૧૦.૨૦% ના દરે વાર્ષિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવશે અને સમયગાળો ૩૮ મહિના છે. પ્રત્યક્ષ વળતર (વાર્ષિક) ૧૦.૨૧% છે.
શૃંખલા ૨માં, સમયગાળો ૩૮ મહિના છે અને એનસીડી દીઠ રીડમ્પ્શનની રકમ રૂ. ૧,૩૬૦.૫૪ પ્રત્યક્ષ વળતર (વાર્ષિક) ૧૦.૨૦% છે.
શૃંખલા ૩માં, ૧૦.૩૦% વાર્ષિકના દરે વ્યાજ ચૂકવવામાં આવશે અને સમયગાળો ૬૦ મહિના છે. પ્રત્યક્ષ વળતર વાર્ષિક ૧૦.૨૯% છે. ફાળવણીની માન્ય તારીખથી ૩૬ મહિના પછી કોઈ પણ સમયે કંપની દ્વારા કોલ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે.
શૃંખલા ૪માં, ૯.૮૫%ના દરે માસિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવશે અને સમયગાળો ૬૦ મહિના છે. પ્રત્યક્ષ વળતર (વાર્ષિક) ૧૦.૩૦% છે. ફાળવણીની માન્ય તારીખથી ૩૬ મહિના બાદ કોઈ પણ સમયે કંપની દ્વારા કોલ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે.
શૃંખલા ૫માં, સમયગાળો ૮૪ મહિના અને એનસીડી દીઠ રિડમ્પ્શનની રકમ રૂ. ૨,૦૦૦ છે. પ્રત્યક્ષ વળતર (વાર્ષિક) ૧૦.૪૦% છે.

શ્રેણી ૩ રોકાણકાર નિવાસી ભારતીય વ્યક્તિના રૂપમાં વ્યાખ્યાયિત હાઈ નેટવર્થ વ્યક્તિગત રોકાણકર કે એચએનઆઈ અને હિંદુ સંયુક્ત પરિવાર કર્તા દ્વારા ઈસ્યૂમાં એનસીડીની દરેક શૃંખલાઓમાં કુલ રૂ. ૧૦, ૦૦,૦૦૦ કરતાં વધુ રકમ માટે અરજી કરે છે. શ્રેણી ૪ રોકાણકાર રોકાણકાર નિવાસી ભારતીય વ્યક્તિના રૂપમાં વ્યાખ્યાયિત (રિટેલ વ્યક્તિગત રોકાણકાર) અને હિંદુ સંયુક્ત પરિવાર કર્તા દ્વારા ઇસ્યૂમાં એનસીડી દરેક શૃંખલાઓમાં કુલ ૧૦, ૦૦,૦૦૦ સહિત અને સુધીની રકમ માટે અરજી કરે છે.

વધારાનું પ્રોત્સાહન પ્રાપ્ત કરવાની પાત્રતા
શૃંખલા ૨ ઈસ્યૂમાં શ્રેણી ૩ (હાઈ નેટવર્થ વ્યક્તિગત રોકાણકાર હિંદુ સંયુક્ત પરિવાર બાદ કરતાં) અને શ્રેણી ૪માં (હિંદુ સંયુક્ત પરિવારને છોડીને રિટેલ વ્યક્તિગત રોકાણકાર)નો હિસ્સો નિવાસી ભારતીય વ્યક્તિ જે વરિષ્ઠ નાગરિક (૬૦ વર્ષ કરતાં વધુની વય) છે તેમના પ્રારંભિક એલોટી હોવાથી તે ફાળવણીની માન્ય તિથિએ ૦.૧૦% વાર્ષિક વધારાના પ્રોત્સાહનને પાત્ર હશે, શરત માત્ર એ છે કે પ્રસ્તાવિત શૃંખલા ૨ ઈસ્યૂ હેઠળ બહાર પાડવામાં આવેલ એનસીડીને આવા રોકાણકારો દ્વારા સંબંધિત કુપન/સંબંધિત શૃંખલાઓના વ્યાજની ફાળવણીની તારીખ માટે સંબંધિત રેકર્ડ તારીખ સુધી જાળવી રાખવામા આવે.

તે મુજબ શૃંખલા ૨ હેઠળ બહાર પડેલા સુરક્ષિત એનસીડી અને શૃંખલા ૫ સુરક્ષિત એનસીડીના વિમચને સમયે આવા વરિષ્ઠ નાગરિકોને રીડમ્પ્શન સમયે ચૂકવવાની રકમ એનસીડી દીઠ ક્રમશ: ૧,૩૬૪.૪૫ અને ૨,૦૧૨.૭૦ હશે.

વધુ સ્પષ્ટ કરતાં વધારાની કુપન/વ્યાજ કાં તો ફાળવણીની માન્ય તિથિએ ફાળવાયેલ એનસીડી પર કાં રેકર્ડ તિથિ પર ધરાવતા સમયે જે ઓછું હોય તેના પર આપવામાં આવશે અને એનસીડી ધારક દ્વારા સેકન્ડરી માર્કેટ / ઓપન માર્કેટ ખરીદવા કે વેચવામાં આવેલા એનસીડી પર ચૂકવવામાં નહીં આવે.

ક્રિસિલ અને ઈક્રા દ્વારા આપવામાં આવેલ રેટિંગ ‘સુરક્ષાનો ઉચ્ચ સ્તર દર્શાવે છે
ક્રિસિલ દ્વારા તેના ૩ જાન્યુઆરી ૨૦૧૯ના પત્ર, જેને ૩૦ જુલાઈ, ૨૦૧૯ના ફરીથી માન્ય કરવામાં આવ્યો છે, તેના દ્વારા રૂ. ૨,૦૦૦ કરોડ સુધીની રકમ માટે એનસીડીને ‘‘ક્રિસિલ એએ / સ્ટેબલ’’ રેટિંગ આપવામાં આવ્યું છે અને ઈક્રા દ્વારા તેને ૧ જાન્યુઆરી, ૨૦૧૯નો પત્ર જેને ૨૪ જુલાઈ, ૨૦૧૯ના ફરી માન્ય કરવામાં આવ્યો છે, તેના દ્વારા રૂ. ૨,૦૦૦ કરોડની રકમ માટે ‘‘(ઇક્રા) ‘‘એેએ / સ્ટેબલ’’ રેટિંગ આપવામાં આવ્યું છે. ક્રિસિલ અને ઇક્રા દ્વારા એનસીડીને આપવામાં આવેલ રેટિંગ નાણાકીય જવાબદારીઓને સમયસર પૂરી કરવા સંબંધે સુરક્ષાનો ઉચ્ચ સ્તર દર્શાવે છે.
શૃંખલા ૨ પ્રોસ્પેક્ટ્સ (સેલ્ફ પ્રોસ્પેક્ટ્સ) દ્વારા ઑફર એનસીડીને બીએસઈ લિમિટેડ (‘‘નિર્દિષ્ટ સ્ટોક એક્સચેંજ) પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે. ઈસ્યૂની લીડ મૅનેજસર એ. કે. કૅપિટલ સર્વિસિસ લિ., જે એમ ફાઇનાન્શિયલ લિ. અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રા. લિ. છે.
⦁ શૃંખલા ૪ માટે ૮૪ મહિના સંચયી વિકલ્પ
⦁ સુધારિત સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (મર્ચન્ટ બૅન્કર્સ) રેગ્યુલેશન્સ, ૧૯૯૨ના નિયમન Z/A(1) અને સુધારિત સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઑફ ઈન્ડિયા (આઈસીડીઆર) રેગ્યુલેશન્સ ૨૦૧૮ના નિયમન ૨૩(૩)ની જોગવાઈના અનુપાલનમાં જે એમ ફાઈનાન્શિયલ લિ. ફક્ત ઈસ્યૂના માર્કેટિંગમાં શામેલ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.