Western Times News

Gujarati News

હોન્ડા 2 વ્હીલર્સ ઇન્ડિયાકેસ્ટ્રોલ ઇન્ડિયાએ વ્યૂહાત્મક જોડાણ કર્યું

હોન્ડા 2 વ્હીલર્સે હોન્ડા મોટરસાયકલ્સ અને સ્કૂટર્સ માટે ખાસ ડિઝાઇન કરેલું કેસ્ટ્રોલ એક્ટિવ હોન્ડા લ્યુબ્રિકન્ટ્સ અપનાવ્યું

દિલ્હી,  40 મિલિયન ખુશ અને સંતુષ્ટ ગ્રાહકોનાં સતત વધતા પરિવારને વધારે ખુશ કરવા એક વધુ પગલું લઈને હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ભારતની અગ્રણી ઓટોમોટિવ અને ઔદ્યોગિક લ્યુબ્રિકન્ટ ઉત્પાદક કંપની કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમિટેડ સાથે આજે વ્યૂહાત્મક જોડાણની જાહેરાત કરી  હતી. આ સમજૂતીનાં ભાગરૂપે હોન્ડા એનાં ટૂ-વ્હીલર્સ માટે ખાસ લોંચ કરેલા એક્સક્લૂઝિવ કેસ્ટ્રોલ એક્ટિવ લ્યુબ્રિકન્ટ્સને એન્ડોર્સ કરશે.

 કેસ્ટ્રોલ એક્ટિવ હોન્ડા લ્યુબ્રિકન્ટ્સ લેટેસ્ટ નીતિનિયમોનું પાલન કરે છે અને એડિટિવ્સ સાથે મિશ્ર કરવામાં આવ્યું છે. એન્જિન ઓઇલની આ નવી રેન્જનું હોન્ડાએ સારી રીતે પરીક્ષણ કર્યું છે અને આ ઓઇલ ભારતમાં તમામ સ્થિતિમાં મહત્તમ પર્ફોર્મન્સ આપે એવી સુનિશ્ચિતતા કરી છે. આ ઉત્પાદનો હોન્ડા ટૂ-વ્હીલર્સમાંથી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ પ્રદાન કરવા, ગંદકી જામવા સામે એન્જિનનું રક્ષણ કરવા તેમજ વધારે એક્સલરેશન મેળવવા ડિઝાઇન કરેલા છે.

 આ જોડાણ વિશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં કસ્ટમર સર્વિસનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ – શ્રી પ્રદીપ કુમાર પાંડેએ કહ્યું હતું કે, હોન્ડામાં અમે અમારાં ગ્રાહકોને હંમેશા સતત ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરીએ છીએ. હોન્ડા અને કેસ્ટ્રોલ વર્ષોથી ગ્લોબલ ઓટોમોટિવ ઉદ્યોગમાં પ્રોડક્ટ પર્ફોર્મન્સને નવી દિશા આપે છે. અમને કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમિટેડ જેવા વિશ્વસનિય નામ સાથે જોડાણ કરવાનો અને ખાસ કરીને હોન્ડાનાં ટૂ-વ્હીલર્સ માટે ડિઝાઇન કરેલું કેસ્ટ્રોલ એક્ટિવ હોન્ડા લ્યુબ્રિકન્ટ્સ લોંચ કરવાનો આનંદ છે. અમે ભારતીય ટૂ-વ્હીલર ઉદ્યોગ માટે નવા માપદંડો નિર્ધારિત કરવા ભવિષ્યમાં જોડાણને વધારવા આતુર છીએ.

 આ પ્રોડક્ટ લોંચ પર કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ઓમેર ડોર્મેને કહ્યું હતું કે, અમે ઓટોમોબાઇલ ઉદ્યોગમાં ગ્લોબલ ટેકનોલોજી લીડર હોન્ડા સાથે જોડાણ કરવા બદલ ગર્વ અને સન્માનની લાગણી અનુભવીએ છીએ. બંને બ્રાન્ડ ગ્રાહકને પ્રાધાન્ય આપવાનું વિઝન ધરાવે છે અને ગ્રાહકોને અત્યાધુનિક ટેકનોલોજી, શ્રેષ્ઠ સર્વિસ સાથે હાઈ-પર્ફોર્મન્સ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

હોન્ડા અને કેસ્ટ્રોલ વચ્ચે એકસમાન તાલમેળ સ્થાપિત થશે તેમજ વિશ્વસનિય, ભરોસાપાત્ર અને ઇનોવેટિવ (નવાચાર)નાં સહિયારા મૂલ્યો સ્થાપિત થશે. અમે હોન્ડા સાથે લાંબા ગાળાનાં સંબંધનું નિર્માણ કરવા અને મોબિલિટી માટે સસ્ટેઇનેબિલ ભવિષ્યને આગળ વધારવા સંયુક્તપણે કામ કરવા આતુર છીએ. હવે નવું કેસ્ટ્રોલ એક્ટિવ હોન્ડા લ્યુબ્રિકન્ટ્સ કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમિટેડનાં વિસ્તૃત રાષ્ટ્રીય વિતરણ નેટવર્કમાં ઉપલબ્ધ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.