Western Times News

Gujarati News

ચિરાગ પાસવાનની એલજેપીનું પત્તુ કપાયું: સુશીલ મોદી ભાજપના ઉમેદવાર

પટણા, લોકજન શક્તિ પાર્ટીનાના સંસ્થાપક અને તાજેતરમાં દિવંગત થયેલ રામવિલાસ પાસવાનની રાજયસભા બેઠક એલજેપીના નેતાથી ભરવામાં આવશે નહીં. ભાજપે સુશીલકુમાર મોદીને ઉમેદવાર જાહેર કર્યા છે સંખ્યા બળના આધારે તેનું ચુંટાઇ આવવું નક્કી છે.

મોદી બિહારના નાયબ મુખ્યમંત્રી હતાં પરંતુ તાજેતરમાં બિહાર વિધાનસભા ચુંટણી બાદ બનેલ એનડીએ સરકારમાં તેમને કોઇ ભૂમિકા આપવામાં આવી ન હતી. આ ચુંટણીમાં એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને નીતીશકુમારની વિરૂધ્ધ રહી ચુંટણી લડી હતી આ કારણે જદયુ દ્વારા ઉમેદવારને સમર્થન મળવાની આશા ન હતી કદાચ આજ કારણ છે કે રામવિલાસ પાસવાનની જગ્યાએ એલજેપીને બેઠક આપવાની જગ્યાએ ભાજપે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે.

ચિરાગ પાસવાન ઇચ્છતા હતાં કે તેમના પિતાની જગ્યાએ માતા રીના પાસવાનને રાજયસભામાં મોકલવામાં આવે પરંતુ તે મજબુર હતાં અને ભાજપના કહેવા પર જ આ સિલસિલામાં આગળ વધતા ઇચ્છતા હતાં. ભાજપની મજબુરી હતી કે જાે ચિરાગના ઉમેદવારને સમર્થન આપે તો જદયુના નારાજ થવાનો ખતરો હતો.

બિહારમાં જયારે ચિરાગ પાસવાને અલગથી ચુંટણી લડવાનો નિર્ણય કર્યો હતો ત્યારથી ભાજપે પણ તેમનાથી કિનારો કરી લીધો હતો ચુંટણી પ્રચાર દરમિયાન તેમણે મુખ્યમંત્રી નીતીશકુમાર પર ભારે પ્રહારો કર્યા હતાં તેની કારણે તેમને હવે નુકસાન સહન કરવું પડી રહ્યું છે ચિરાગ એક તરફ જદયુની ટીકા કરી રહ્યાં હતાં તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા હતાં ચિરાગે તો ખુદને મોદીના હનુમાન સુધી બતાવી દીધા હતાં પરંતુ આ બધુ તેમના કામ લાગ્યું નહીં કેન્દ્રમાં પણ તેમના ગઠબંધનમાં તિરાડ પડી ગઇ છે.

બિહાર વિધાનસભામાં રાજયસભા માટે ૧૨૨ ધારાસભ્યોનો ટેકો જાેઇએ એનડીએની પાસે ૧૨૫ ધારાસભ્ય છે ચુંટણી પંચે કહ્યું કે એક બેઠક માટે પેટાચુંટણી ૧૪ ડિસેમ્બરે થશે ઉમેદવારીપત્રક ભરવાની છેલ્લી તારીખ ત્રણ ડિસેમ્બર છે ૨૦૦૫માં જયારે એનડીએને બિહાર વિધાનસભા ચુંટણીમાં બહુમતિ મળી હતી ત્યારે સુશીલ મોદી નાયબ મુખ્યમંત્રી બન્યા હતાં પરંતુ બાદમાં ૨૦૧૦માં ફરીથી તે નાયબ મુખ્યમંત્રી બન્યા હતાં સુશીલ મોદી જીએસટી કાઉસિલના ચેરમેન પણ બન્યા આ વખતે ચુંટણીમાં પણ તે એનડીઅએનો મોટો ચહેરો હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.