Western Times News

Gujarati News

ભુજ-બરેલી ફેસ્ટિવલ સ્પેશિયલ 31 ડિસેમ્બર સુધી લંબાવાશે

Files photo

મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ભુજ અને બરેલી વચ્ચે દોડતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: –

1. ટ્રેન નંબર 04322/04321 ભુજ – બરેલી – ભુજ ફેસ્ટિવલ સ્પેશ્યલ (વિશેષ ભાડા સાથે)
ટ્રેન નંબર 04322 ભુજ – બરેલી સ્પેશિયલ 03 ડિસેમ્બર 2020થી 31 ડિસેમ્બર 2020 સુધી દર સોમવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે 18.05 વાગ્યે ભુજથી ચાલીને બીજા દિવસે 20.35 વાગ્યે બરેલી પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 04321 બરેલી – ભુજ 30 નવેમ્બર 2020થી 30 ડિસેમ્બર 2020 સુધી દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સવારે 06.35 વાગ્યે બરેલી થી ચાલીને બીજા દિવસે 08.50 વાગ્યે ભુજ પહોંચશે.

આ ટ્રેન રસ્તામાં બંને દિશામાં ગાંધીધામ, સામખિયાળી, ભીલડી, પાલનપુર, આબુ રોડ, ફાલ્ના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, નરેના, ફૂલેરા, જયપુર, ગાંધીનગર, ગૈટાર જગતપુરા, દૌસા, બાંદિકુઇ, રાજગઢ, માલાખેડા, અલવર, ખેરથલ, રેવારી, પટૌડી રોડ, ગઢી હરસારુ, ગુડગાંવ, પાલમ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાય રોહિલા, દિલ્હી જંકશન, ગાઝિયાબાદ, પીલખુવા, હાપુડ, ગજરૌલા, અમરોહા, મુરાદાબાદ, રામપુર અને મિલક સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 04322 ભુજ – બરેલી મલાખેડા સ્ટેશન પર નહીં રોકાય.

2. ટ્રેન નંબર 04312/4311 ભુજ- બરેલી- ભુજ ફેસ્ટિવલ સ્પેશ્યલ (વિશેષ ભાડા સાથે)

ટ્રેન નંબર 04312 ભુજ – બરેલી સ્પેશ્યલ 1 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2020 (02 ડિસેમ્બર સિવાય) દર મંગળવાર, બુધવાર અને શુક્રવારે બપોરે 15.50 વાગ્યે ભુજથી ચાલશે અને બીજા દિવસે 20.30 વાગ્યે બરેલી પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 04311 બરેલી – ભુજ સ્પેશિયલ 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2020 સુધી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે 06.35 વાગ્યે બરેલીથી ચાલશે અને બીજા દિવસે સવારે 11.00 વાગ્યે ભુજ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં ગાંધીધામ, સામખિયાળી, ધાંગધ્રા, વિરમગામ, આમલી રોડ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, સોજત રોડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, નરેના, ફૂલેરા, જયપુર, ગાંધીનગર, ગૈટાર જગતપુરા, દૌસા, બાંદિકુઇ, રાજગઢ, માલાખેડા, અલવર, ખેરથલ, રેવારી, પટૌડી રોડ, ગઢી હરસારુ, ગુડગાંવ, પાલમ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાય રોહિલા, દિલ્હી જંકશન, ગાઝિયાબાદ, પીલખુવા, હાપુડ, ગજરૌલા, અમરોહા, મુરાદાબાદ, રામપુર અને મિલક સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 04322/04312 નું બુકિંગ 30 નવેમ્બર 2020 થી સુનિશ્ચિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટથી શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે ચલાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.