Western Times News

Gujarati News

ભરૂચમાં કસક સ્થિત ગુરુદ્વારામાં ગુરુ નાનક ની ૫૫૧મી જયંતિની ઉજવણી

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચમાં પ્રસિધ્ધ ચાદર સાહીબ ગુરૂદ્વારાનો ઈતિહાસ અહીંયા બોર્ડ પર લખેલો જોવા મળે છે.ગુરુ નાનક સાહેબ દ્વારા ચાદર પર બેસીને નર્મદા નદીને પાર કરી હતી.તેમની આબેહૂબ પોટ્રેટ કોઈ ચિત્રકાર શ્રદ્ધાળુ દ્વારા બનાવી ગુરુદ્વારાને ભેટ આપવામાં આવી છે. જેને જોઈને દર્શને આવતા લોકો નાનકજીના ચમત્કારના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

૫૦૧ વર્ષ પૂર્વે ભરૂચ પધારેલા ગુરુ નાનકજીએ ચાદર પર બેસીને નર્મદા નદી પાર કરતા ગુરુદ્વારાને ચાદર સાહિબ નામ મળ્યું હતું.ત્યારે આજે ગુરુદ્વારામાં ૫૫૧મી નાનક જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ સહિત સમગ્ર દેશમાં કોવિડ ૧૯ ની ગાઈડ લાઈન વચ્ચે ગુરુનાનકજી સાહેબનો ૫૫૧ મો જન્મ જયંતી મહોત્સવ ઉજવામા આવ્યો હતો.શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજીએ ચારેય દિશાઓમાં ફરીને માનવતાનો પ્રચાર કર્યો હતો.
ગુરુ નાનકજી ઈ.સ ૧૫૧૦ થી ૧૫૧૫ માં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા.

ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા અને ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી.જે ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલી ગુરુદ્વારા ચાદર સાહીબ ગુરુદ્વારા નામથી પ્રચલીત થઈ છે.આ ગુરુદ્વારા પર આજે પણ દુર-દુરથી શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવે છે.

ભરૂચ શહેરમાં કસક વિસ્તારમાં આવેલા ચાદર સાહીબ ગુરુદ્વારા ખાતે સોમવારે ગુરુ નાનકજીની ૫૫૧મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ગુરુદ્વારાના આયોજકો દ્વારા નાનક જયંતિની ઉજવણીની તૈયારીઓ કરી હતી.દેશ અને રાજ્ય માંથી મોટી સંખ્યામાં અહીંયા ચાદર સાહીબ ગુરૂદ્વારા ખાતે દર્શને શીખ બંધુઓ આવી પહોંચે છે.

ગુરુદ્વારા જઈને દર્શન કરે છે.ગીતો ગાય છે અને સામાન્ય રીતે ગુરુનાનક જયંતીના આગલા દિવસે અખંડ પાઠનું આયોજન કરવામાં આવે છે.જેમાં વહેલી સવારથી જ સત્સંગ કીર્તન અને ગુરુગ્રંથ સાહેબના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. ભરૂચની ગુરૂદ્વારા શીખ સમુદાય માટે આસ્થાનું ખાસ કેન્દ્ર સમાન છે.ભરૂચની ચાદર સાહીબ ગુરુદ્વારા સાથે ગુરુ નાનકજીનો પ્રસંગ જોડાયેલો છે.જેની લોક વાયકા મુજબ ગુરુ નાનકજી જયારે ધર્મના પ્રચાર અર્થે ચારેય દિશાઓમાં નીકળ્યા હતા.તે સમયે તેઓ ભરૂચમાં ધર્મ પ્રચાર અને માનવ કલ્યાણ માટે આવી પહોંચ્યા હતા.

રાત્રીના નર્મદા નદીમાં નાવડી નહીં ચલાવવાનું નવાબનું ફરમાન હોવાથી નાનકજીએ તેમના શિષ્યને ચાદર પાથરવા જણાવ્યું હતું.ત્યાર બાદ બન્નેએ ચાદર પર બેસીને નર્મદા નદીને પાર કરી હતી.ત્યાર થી અહીંયા બનેલા ગુરુદ્વારાને ચાદર સાહીબ ગુરૂદ્વારાના નામથી ઓળખવામાં આવે છે.

રાજસ્થાનથી ધાર્મિક પ્રચારાર્થે આવેલાં જ્ઞાની ગુરુનામસીંગ અમાલવીએ ચાદર સાહીબ ગુરૂદ્વારાના મહત્વ વિષે જણાવ્યું હતું કે, ગુરુનાનકજી દેવજી ઈ.સ ૧૫૧૦ થી ૧૫૧૫ સુધી સુલ્તાનપૂર લોઢી થી ભઠીન્ડા,બિકાનેર, જોધપુર,પુષ્કર,અજમેર,ચિતોડ, આબુ,બાસવાડા,અકોલા,દિદર, (નાનકજી જીરા કર્ણાટકા) ઉડીશા,આંધ્રપ્રદેશ,ગુજરાતમાં બરોડા, જૂનાગઢ,સોમનાથ,ભરૂચ,લખપત,દ્વારીકા, પાકિસ્તાનમાં બાબુલપુર,મુલતાન,પાકપટન, દીપાલપુર,લાહૌર,તલબંદી જેવા ૮૦ જેટલા નાના મોટા શહેરોમાં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા.

જયારે તેઓ પ્રચાર અર્થે ભરૂચ ખાતે આવ્યા હતા ત્યારે ભરૂચમાં નવાબનું રાજ હતું.નાનકજીએ અહીંયા આવીને અહીંયાના સાધુઓ અને લોકોને પરમાત્મા જોડે સાચી પ્રેમ અને ભક્તિથી જોડાવવાનો ઉપદેશ આપ્યો હતો.રાત્રીના નાનકજીએ હોડી વાળાને નર્મદા નદીને પાર કરાવવા જણાવ્યું હતું.નવાબનું ફરમાન હતું કે, રાત્રીના કોઈએ નદીમાં હોડી ચલાવી નહીં. નદીમાં સંધ્યાકાળ બાદ નાવડી ફેરવવા ઉપર મનાઈ હતી.તેથી નાવીકના ના કહેવાથી બાબાએ તેમની સાથેના શિષ્ય મર્દાનાને આદેશ આપ્યો કે ચાદર બિછાવો અને તેમણે અને તેમના શિષ્યને રાત્રિના ચાદર પર બેસીને રાત્રીના નર્મદા નદીને પાર કરી હતી. ત્યારથી અહીંયા નર્મદા નદી કિનારે આવેલા ગુરુદ્વારા ચાદર સાહીબ ગુરૂદ્વારાના નામથી મશહૂર છે.જેમના દર્શન કરવા દેશ વિદેશમાં અને પંજાબમાં વસતા શીખ સમુદાયના લોકો અહીંયા ઉમટી પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.