Western Times News

Gujarati News

રાજસ્થાનમાં પિતાને સાત દીકરીઓએ મુખાગ્નિ આપી

બાડમેર: એક સમય હતો, જ્યારે રાજસ્થાનમાં મહિલાઓને લઈને એક અલગ વિચાર રાખવામાં આવતો હતો. પરંતુ, બદલાતા સમયની સાથે એવી તસવીરો સામે આવવા લાગી છે, જે અદભૂત ઉદાહરણ રજૂ કરી રહી છે. તાજો મામલો બાડમેર જિલ્લાનો છે

અહીં પિતાના મોત બાદ સાત દીકરીઓએ દીકરાનો ધર્મ નિભાવતા પોતાના પિતાની અર્થીને કાંધ આપવાની સાથે તેમને મુખાગ્નિ પણ આપી. દેશમાં કદાચ પહેલી વખત આવું બન્યું છે કે, ૭ દીકરીઓએ પોતાના પિતાને કાંધ આપીને હિંદુ રીતિ-રિવાજોની સાથે પિતાને મુખાગ્નિ આપી હોય. રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરના મહાબાર ગામના પૂર્વ સરપંચ અને જાણીતા બ્રહ્મધામ આસોતરાના ટ્રસ્ટી હેમસિંહ રાજપુરોહિતનું નિધન જોધપુરમાં થઈ ગયું.

તેમની અંતિમ યાત્રા તેમના પૈતૃક ગામ મહાબારમાં નીકળી. હેમસિંહ મહાબારની સાત દીકરીઓએ બધા રીત-રિવાજો પૂરા કર્યા. એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ઘણી જગ્યાએ દીકરા-દીકરી વચ્ચે ભેદ રાખવામાં આવે છે. એવામાં રવિવારે સરહદી બાડમેરના મહાબાર ગામમાં રુઢિવાદી પરંપરાને કિનારે મૂકીને પોતાના પિતાને સાત દીકરીઓએ મુખાગ્નિ આપી. હેમસિંહ મહાબારને તેમની દીકરીઓ મગૂકંવર, છગન કંવર, તીજો કંવર, પૂરી કંવર, સારી કંવર, ધાપૂ કંવર, ધાઈ કંવરે કાંધ આપીને મુખાગ્નિ આપી. હેમસિંહ દરબારના ૧૪ પૌત્રો અને ૧૨ પૌત્રીઓ છે.

મળેલી જાણકારી મુજબ, હેમસિંહ મહાબાહ ગત દિવસોમાં કોરોના સંક્રમિત થઈ ગયા હતા. તે પછી તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ ફેફસાના સંક્રમણના કારણે તેમનું નિધન થઈ ગયું. બાડમેરના સમાજસેવી અને મહાબારના પૂર્વ સરપંચ હેમસિંહ રાજપુરોહિતના નિધન પર રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ તેમના જમાઈ ભંવર સિંહ રાજગુરુ બીસૂ સાથે ફોન પર વાત કરી પોતાની સંવેદના વ્યક્ત કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.