Western Times News

Gujarati News

પત્ની સાથે ઝઘડા બાદ પતિ હાઈટેન્શન ટાવર પર ચડ્યો

બડવાની: મધ્ય પ્રદેશના બડવાનીમાં પત્ની સાથે ઝઘડા બાદ પત્ની હાઈટેન્શન ટાવર ઉપર ચડી ગયો હતો. ગ્રામીણોએ આ નજારો જોયો દંગ રહી ગયા હતા. સદનસીબે આ હાઈટેન્શન ટાવરમાં વીજ પ્રવાહ ચાલતો ન હતો. ટાવર ઉપર ૮૦ ફૂટ ઉપર ચડેલો પતિ વારંવાર પોતાની પત્નીને કહી રહ્યો હતો કે તું પિયર ગઈ તો હું કૂદી જઈશ.

ગ્રામીણોએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. આશરે એક કલાકની ભારે જહેમત બાદ પોલીસે પતિને સમજાવીને નીચે ઉતાર્યો હતો. બડવાનીના બાલસમુદ પોલીસ ચોકી ક્ષેત્રમાં ગ્રામ ટમેલામાં એક કલાક સુધી ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામાથી પોલીસ અને લોકોનો પરસેવોલ છૂટી ગયો હતો. ગામનો જ રહેનારો મૂળચંદ પત્ની સાથે ઝઘડો થયા બદા હાઈટેંન્શન ટાવર ઉપર ચડી ગયો હતો.

આશરે ૮૦ ફૂટ ઊપર ચડેલો જોયો તો સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. યુવકને વારંવાર નીચે ઉતરવા માટે કહેવામાં આવતું હતું. પરંતુ તે કહી રહ્યો હતો કે પત્ની પિયર જશે તો તે ત્યાંથી કૂદી જશે. જ્યારે પતિની આ હરકતની જાણકારી પત્નીને મળી તો તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જાણકારી મળતા જ પોલીસની ટીમ પણ ટમેલા ગામે પહોંચી હતી. યુવકને ટાવર ઉપરથી નીચે ઉતારવા માટે સમજાવવાનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. આશરે એક કલાકની ભારે મહેનત બાદ ટાવર ઉપરથી નીચે ઉતારવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે યુવકને કોઈ બાબત હેઠલ પત્ની સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન પત્ની પિયર જતી રહેવાની ધમકી આપતી હતી. પત્નીની આ ધમકીથી નારાજ પતિ હાઈટેન્શન લાઈનના ટાવર ઉપર ચડી ગયો હતો.

સદનસિબે આ હાઈટેન્શન ટાવરના વીજ તારમાં વીજ પ્રવાહ ચાલું ન હતો. નહીં તો ગંભીર દુર્ઘટના થઈ જાત. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા પીયર ગયેલી પત્ની ઘરે પાછી ન ફરતા પરેશાન થયેલા ઉદયપુરના ખોલડી હીરાવત ફલાનો રહીશ યુવક ૧ લાખ ૩૫ હજાર કેવી લાઈનના વિદ્યુત ટાવર પર ચડી ગયો. યુવક ટાવર પર ચડી જતા ગ્રામીણોના શ્વાસ અદ્ધર થઈ ગયા અને ત્યાં ભેગા થઈ ગયાં હતાં.

સૂચના મળતા જ ઝલ્લારાના પોલીસ સ્ટેશન અધિકારી રમેશચંદ્ર બોરીવાલ મય જાબ્તા ઘટનાસ્થળે પહોંચી ગયાં. પોલીસે યુવકને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો તો પણ તે વિદ્યુત ટાવર પરથી ઉતર્યો નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.