Western Times News

Gujarati News

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નારેશ્વર મંદિર અચોક્કસ મુદત માટે બંધ

ભાવિકોની હાજરી વિનાનો મંદિરનો વિસ્તાર સુનો જણાય છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,: લોકડાઉન બાદ તબક્કાવાર એક પછી એક અનલોક જાહેર કરાતા જનજીવન રાબેતા મુજબ ધબકતુ જણાયુ હતુ.પરંતુ ફરી પાછા કોરોના સંક્રમણના કેસ  વધતા તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરાવાની શરુઆત થવા પામી છે.

મળતી વિગતો મુજબ કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે આવેલ રંગવધૂત મંદિરમાં કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે અચોક્કસ મુદ્દત માટે ભાવિક ભકતોના દર્શન માટે મંદિર બંધ કરાયુ છે. ભાવિક ભકતો વિના મંદિર સુનું ભાસી રહ્યુ છે.હાલમાં ચાલુ થયેલા કોરોનાના બીજા તબક્કા દરમિયાન સંભવિત કોરોના સંક્રમણને વધતુ અટકાવવાના શુભ આશય થી મંદિર સંચાલકો દ્વારા મંદિર અચોક્કસ મુદ્દત માટે બંધ કરાયુ છે.

હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી કોરોના મહમારીની બીજી લહેરના પગલે ગુજરાતના ચાર મોટા શહેરોમાં સરકાર દ્વારા રાત્રી કરફ્યુ જાહેર કરાયો છે.તો બીજી તરફ કોરોના મહામારીના પગલે સાવચેતીના ભાગરૂપે કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે નારેશ્વર સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ રંગ અવધૂત મહારાજનું મંદિર ગત તારીખ ૨૭ મી નવેમ્બરથી સંચાલકો દ્વારા ભક્તોના દર્શન માટે બંધ કરાયું છે.

મળતી વિગતો મુજબ મંદિરના કાર્યાલયની બહાર નોટીસ બોર્ડ પર મંદિર અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે એવી સૂચના લખવામાં આવી છે.આમ કોરોના મહામારીના પગલે સાવચેતીના ભાગરૂપે સંચાલકો દ્વારા અચોક્કસ મુદ્દત માટે મંદિર બંધ કરાતા સદા ભાવિક જનતાની હાજરી થી ઉભરાતું મંદિર સુમસામ દેખાઈ રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.